For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે ક્રોંગ્રેસને કહ્યું, પહેલા તમારો નેતા શોધો, પછી અમારી વાત કરજો

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરમાં શરૂ થઇ ગઇ ભાજપાની બે દિવસિય રાષ્ટ્રિય કાર્યકારણી બેઠક. આ બેઠકમાં હાજર રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બીજેપીના તમામ મોટા નેતાઓ બેંગ્લોર પહોંચી ગયા છે.

નોંધનીય છે કે કેન્દ્રમાં બીજેપીની સત્તામાં આવ્યા બાદ ભાજપાની આ પહેલી રાષ્ટ્રિય બેઠક છે. બેંગ્લોરમાં લલિત અશોક હોટલ ખાતે યોજવામાં આવેલી આ બેઠકે, ક્રોંગ્રેજ શાસિત બેંગ્લોરને કેસરિયા રંગમાં રંગી દીધું છે.

વધુમાં આજે સાંજ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રિય કોલજ ગ્રાઉન્ડ પર એક જાહેર મીટીંગને પણ સંબોધવાના છે. ત્યારે આ આખો ધટનાક્રમ અને આ બેઠકમાં કયા મહત્વના મુદ્દાઓ ચર્ચાશે તે પર જુઓ આ ફોટો સ્લાઇડર..

બીજેપીની તડામાર તૈયારી

બીજેપીની તડામાર તૈયારી

બેંગ્લોરમાં યોજવામાં આવેલ ભાજપાની રાષ્ટ્રિય કાર્યકારીણીની બેઠક નિમિત્તે બેંગ્લોરમાં ઠેર ઠેર લાગ્યા કમળના પોસ્ટર.

કેસરિયા રંગમાં રંગાયું બેંગ્લોર

કેસરિયા રંગમાં રંગાયું બેંગ્લોર

ક્રોંગ્રેસ શાસિત બેંગ્લોર, રંગાયું કેસરિયા રંગમાં. ઠેર ઠેર લાગ્યા મોદીના પોસ્ટર. કમળના ઝંડા અને નરેન્દ્ર મોદીના ફોટાઓ જોવા મળ્યા બેંગ્લોર ભરમાં.

નરેન્દ્ર મોદી પહોંચ્યા બેંગ્લોર

નરેન્દ્ર મોદી પહોંચ્યા બેંગ્લોર

ગુરુવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા બેંગ્લોર. અહીં તેમનું સ્વાગત કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇવાળાએ કર્યું.

વડાપ્રધાને કર્યું ઉદ્ધાટન

વડાપ્રધાને કર્યું ઉદ્ધાટન

ભાજપની રાષ્ટ્રિય કાર્યકારણીની બેઠકનું ઉદ્ધાટન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ.

ભાજપના મોટા નેતાઓની હાજરી

ભાજપના મોટા નેતાઓની હાજરી

ભાજપના તમામ મોટા નેતાઓ આ બેઠકમાં છે હાજર. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, વરિષ્ઠ નેતા એલ. કે અડવાણી, નાણાં પ્રધાન અરુણ જેટલી સમતે બીજેપીના તમામ મોટા નેતાઓ કાર્યકારણી બેઠકમાં પહોંચી ગયા છે.

એલ.કે.અડવાણીને કરાયા ઇગ્નોર

એલ.કે.અડવાણીને કરાયા ઇગ્નોર

બીજેપીના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણીનું નામ આ બેઠકના સંબોધન સૂચીથી ગાયબ છે. દર વખતે કાર્યકારણીની બેઠકમાં સભાને સંબોધતા અડવાણી આ વખતે ખાલી સાંભળવાનું કામ કરશે.

આજે બેઠકમાં શું થશે

આજે બેઠકમાં શું થશે

આજે આ બેઠકની શરૂઆત અમિત શાહ કરશે. ત્યારબાદ રામ માધવ વિદેશ નિતિ પર પ્રસ્તાવ રજૂ કરશે. આ બેઠકમાં ભાજપને કેન્દ્રમાં આવ્યા પછી અત્યારસુધીના તેના કામના લેખાજોખા રજૂ કરવામાં આવશે. અને હવે આવનારી રાજ્યોની ચૂંટણીમાં ભાજપાની શું શું રણનીતિ હશે તેની પર પણ ચર્ચા કરવામાં આવશે.

મોદીએ શાહની પીઠ થાબડી

મોદીએ શાહની પીઠ થાબડી

ગુરુવારે મોદીએ અમિત શાહના ભરપેટ વખાણ કર્યા. અમિત શાહની આગેવાની હેઠળ ભાજપા વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. ત્યારે મોદીએ અમિત શાહની આગેવાનીને પરોક્ષ રીતે ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ જેવા નામી નેતાઓની નેત્તૃત્વ શક્તિ સાથે સરખાવ્યા.

અમિત શાહે કહ્યું મોદીજી જેવું કોઇ નહીં

અમિત શાહે કહ્યું મોદીજી જેવું કોઇ નહીં

આજે બેઠકની સંબોધતા ભાજપના પાર્ટી અધ્યક્ષ અમિત શાહે મોદી પ્રશાસનના ભરપેટ વખાણ કર્યા. અમિત શાહે કહ્યું કે મોદીની સરકારે દસ મહીનામાં ભષ્ટ્રાચાર મુક્ત શાસન કર્યું છે.

વિશ્વમાં સૌથી વધુ સદસ્યોવાળી પાર્ટી

વિશ્વમાં સૌથી વધુ સદસ્યોવાળી પાર્ટી

અમિત શાહના સંબોધન બાદ બીજેપી પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફર્ન્સ યોજી બેઠકની માહિતી મિડિયાને આપી હતી. તેમાં તેમણે કહ્યું પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ભાજપા વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે.

આઠ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી

આઠ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી

વધુમાં જાવડેકરે જાણકારી આપી કે હવે કેરળ જેવા રાજ્ય કે જ્યાં બીજેપીનું કોઇ નામ પણ નહતું પૂછતું ત્યાં પણ બીજેપીના 19 લાખ સદસ્યો થઇ ગયા છે.

10 લાખનો ટાર્ગેટ

10 લાખનો ટાર્ગેટ

પાર્ટીએ દેશભરમાં દસ કરોડ સદસ્યો બનાવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જે માટે પાર્ટી મહાસંપર્ક અભિયાન ચલાવશે. વધુમાં નવા સદસ્યોને કાર્યકર્તા બનાવામાં આવશે. અને બીજેપીના ડ્રીમ પ્રોજેક્ટ જેમ કે સ્વચ્છતા અભિયાન, ગંગા સફાઇમાં તેમને જોડવામાં આવશે.

ક્રોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ક્રોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

એક તરફ જ્યાં બીજેપીની બેઠક ચાલી રહી હતી ત્યાં બીજી તરફ ક્રોંગ્રેસી કાર્યકર્તાઓએ કાળાનાણાં મામલે પ્રદર્શન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જેના પગલે પોલિસે તેમની અટકાયત કરી.

બેઠકમાં જમીન સંપદા બિલ

બેઠકમાં જમીન સંપદા બિલ

વધુમાં આ બેઠકમાં જમીન સંપદા બિલ પર પણ ચર્ચા થઇ. કાર્યકર્તાઓને આ બિલના ફાયદા કહેવામાં આવ્યા.

નરેન્દ્ર મોદીનું આહવાહન

નરેન્દ્ર મોદીનું આહવાહન

મોદીએ આ બેઠકમાં કાર્યકર્તાઓને આહવાહન કર્યું કે રાજકીય પાવરને જનસાધારણના ફાયદા માટે ઉપયોગ કરો. વધુમાં મોદીએ 9 કરોડ સદસ્યોને પાર્ટી કાર્યકર્તાઓમાં બદલવા માટે પણ પ્રયત્નશીલ થવાનું કહ્યું.

બેઠક અને વિવાદ

બેઠક અને વિવાદ

આ બેઠક દરમિયાન કેટલાક વિવાદિત મુદ્દાઓ પણ સામે આવ્યા. જેમકે જમ્મુ કાશ્મીરના ડેપ્યૂટી સીએમ નિર્મલ સિંહ આ બેઠક દરમિયાન કહ્યું કે કાશ્મીરમાં ધારા 370 અમારા એજન્ડામાં છે. વધુમાં રામમંદિર બનાવા જેવા મુદ્દા પર બીજેપી કૂણી પડતી જોવા મળી. એલ.કે અડવાણી પણ આ સભાનું સંબોધન નહીં કરે. ત્યારે આ વિવાદો, અવનારા સમયમાં મોટા પડધો ના પડે તો નવાઇ નહીં.

નવા કાર્યકર્તાઓની બલ્લે બલ્લે

નવા કાર્યકર્તાઓની બલ્લે બલ્લે

આ બેઠકમાં પહેલી વાર જોડાઇ રહેલા બીજેપીના નવા કાર્યકર્તાઓ એક જ મંચ પર નરેન્દ્ર મોદી અને અમિત શાહને સાથે જોઇને ખૂબ જ ખુશ છે. પહેલીવાર મોદીને આટલી નજીકથી જોઇ અને તેમના સંબોધનને સાંભળીને તે લોકોની ખુશીની કોઇ સીમા નથી રહી.

અમિત શાહે ક્રોંગ્રેસને કહ્યું પહેલા તમારો નેતા શોધો

અમિત શાહે ક્રોંગ્રેસને કહ્યું પહેલા તમારો નેતા શોધો

બીજેપી કાર્યકારણી બેઠકમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ક્રોંગ્રેસ પર કર્યો સીધો પ્રહાર. તેણે કહ્યું કે ક્રોંગ્રેસ અમારી ભૂલો શોધવા કરતા તેમના ખોવાઇ ગયેલા નેતાને શોધે તો સારું છે.

English summary
Photos Of BJP National Executive Meeting In Bengaluru
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X