વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સાથે ગેંગરેપ
ઉત્તરપ્રદેશના આગ્રામાં યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે આરોપીઓ ઘ્વારા તેનો નાહતો વીડિયો બનાવી લીધો.
ઉત્તરપ્રદેશના આગ્રામાં યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે આરોપીઓ ઘ્વારા તેનો નાહતો વીડિયો બનાવી લીધો. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી ત્રણે લોકોએ તેનો ગેંગરેપ કર્યો. હવે પીડીતાએ પોલીસને તેને વિશે જણાવીને ન્યાય માંગ્યો છે.
આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં રેપના આરોપી શિક્ષકને નગ્ન કરી રસ્તા પર ફેરવ્યો

નાહતો વીડિયો
આખો મામલો આગ્રાના સદર ચોકી વિસ્તારનો છે. પીડીતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે પાડોશમાં રહેતા 40 વર્ષના યુવકે તેનો નાહતો વીડિયો બનાવી લીધો. પીડિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી તેનો વીડિયો વાયરલ કરવાનું કહીને તેને ધમકી આપવા લાગ્યો. આરોપી યુવકે તેને પોતાનો મોબાઈલ નંબર આપ્યો અને કહ્યું કે જો તું મારી સાથે વાત નહીં કરે તો વીડિયો વાયરલ કરીને તેને બદનામ કરી નાખીશ.

આરોપીએ તેના બે મિત્રો સાથે મળીને તેની સાથે દુષ્કર્મ કર્યું
પીડીતાએ પોલીસને જણાવ્યું કે 30 ઓગસ્ટ દરમિયાન યુવકે તેને રાત્રે ફોન કર્યો અને કહ્યું કે જો તું મને મળવા આવશે તો તું તારી સામે જ વીડિયો ડીલીટ કરી નાખીશ. પીડિતા તેની વાત પર વિશ્વાસ કરીને તેની પાસે ચાલી ગયી. પીડિતા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે આરોપી યુવક તેના બે મિત્રો સાથે હતો. ત્યાં આરોપીએ તેના બે મિત્રો સાથે મળીને તેની સાથે દુષ્કર્મ કર્યું. જયારે પીડિતા ચીસો પાડવા લાગી ત્યારે તેઓ ભાગી ગયા. જયારે આરોપીએ આજે ફરી પીડિતાને ફોન કર્યો અને તેની સાથે પહેલા જેવું કરવા કહ્યું ત્યારે પીડીતાએ સાફ ઇન્કાર કરી દીધો.

વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી
પીડીતાએ જયારે આવું કરવાની ના પાડી ત્યારે યુવકે તેના પર એસિડ ફેંકવા અને તેનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી. પીડીતાએ તેના ટોર્ચરથી પરેશાન થઈને પંખાથી લટકવાની કોશિશ કરી ત્યારે તેના પરિવાર ઘ્વારા તેને બચાવી લેવામાં આવી. આખી ઘટના જાણ્યા પછી પીડિતાની માતા પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે પોલીસ ચોકી પહોંચી. પોલીસે કેસ ધ્યાનમાં લઈને આરોપીને શોધવાનું ચાલુ કરી દીધું છે અને પીડિતાને મેડિકલ જાંચ માટે મોકલી આપી છે.












Click it and Unblock the Notifications
