પ્રિયંકા ગાંધીની રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓના 15 ફોન અને 40000 રૂપિયા ચોરી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી જ્યાં એક તરફ પહેલીવાર રાજનીતિમાં આવ્યા પછી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં લાગી છે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી જ્યાં એક તરફ પહેલીવાર રાજનીતિમાં આવ્યા પછી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં લાગી છે ત્યાં જ બીજી બાજુ લખનવમાં આયોજિત તેમના રોડ શૉ પછી બધા જ કોંગ્રેસી કાર્યકર્તાઓ ધરના પર બેસી ગયા છે. ખરેખર પ્રિયંકા ગાંધીના રોડ શૉ દરમિયાન કોંગ્રેસી કાર્યકર્તાઓના ફોન ચોરી થઇ ગયા હતા. મળતી જાણકારી અનુસાર કોંગ્રેસી કાર્યકર્તાઓના 15 ફોન અને 40000 રૂપિયા ચોરી થઇ ગયા છે.

11 ફેબ્રુઆરી દરમિયાન પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને જ્યોતોરાદિત્ય સિંધ્યાનો મેગા રોડ શૉ જોવા મળ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસી કાર્યકર્તાઓના મોબાઈલ, પાકીટ અને પૈસા ચોરી થઇ ગયા હતા. કનૌજમાં કોંગ્રેસ જિલ્લા ઉપાઘ્યક્ષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને રેલીમાં ભાગ લીધો અને તેમની સાથે બીજા 15 જેટલા કાર્યકર્તાઓ ઘ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો. જયારે તેઓ સરોજની થી બાલિગટન પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમના ફોન, પૈસા અને પાકીટ બધું જ ગાયબ છે.
આ પણ વાંચો: યુપીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રિયંકા ગાંધીનો સંદેશ, પક્ષપાત ખતમ કરીને એક થાઓ
ત્યારપછી પાર્ટીના કાર્યકર્તાઓ સરોજની નગર પોલીસ સ્ટેશન તરફ પાછા ફર્યા અને તેમને આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમની ફરિયાદ નથી સાંભળી અને તેમની ફરિયાદ નોંધી પણ નથી. ત્યારપછી પોલીસના વિરોધમાં તે બધા જ લોકો ધરના પર બેસી ગયા. આ લોકોએ પોલીસ સ્ટેશન બહાર જ ધરના શરુ કરી દીધા. પરંતુ ત્યારપછી સરોજની નગરના એસએચઓ ત્રિલોક સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ફરિયાદ મળી ચુકી છે અને તેઓ જાંચ કરશે.
આ પણ વાંચો: કોણ છે એ કોંગ્રેસના એ 6 દિગ્ગજો જેમને ટ્વિટર પર ફોલો કરે છે પ્રિયંકા ગાંધી












Click it and Unblock the Notifications
