For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર સ્ટ્રાઇક: પીઓકેમાં ભારતીય વાયુસેનાએ આટલું નુકશાન કર્યું

મંગળવારે સવારે 3.30 વાગ્યે ઇન્ડિયન એર ફોર્સ મિરાજ ફાઈટર જેટ નિયંત્રણ રેખા પાર કરીને બાલાકોટમાં આવેલા જેશ-એ-મોહમ્મદ ના ઠેકાણા પર બૉમ્બ વરસાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મંગળવારે સવારે 3.30 વાગ્યે ઇન્ડિયન એર ફોર્સ મિરાજ ફાઈટર જેટ નિયંત્રણ રેખા પાર કરીને બાલાકોટમાં આવેલા જેશ-એ-મોહમ્મદ ના ઠેકાણા પર બૉમ્બ વરસાવ્યા છે. લગભગ 12 જેટલા મિરાજ ફાઈટર જેટ સીમા પાર દાખલ થયા અને આતંકી ઠેકાણા બરબાદ કરીને પાછા આવ્યા. પાકિસ્તાન ઘ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય વાયુ સેનાને પાકિસ્તાને પાછા ફરવા માટે મજબુર કર્યા છે. પાકિસ્તાન ભલે આવું કહે પરંતુ તેમને આ હુમલાની તસ્વીર જાહેર કરી છે.

Surgical Strike 2

પાકિસ્તાન ઘ્વારા ફોટો જાહેર કર્યા

પાકિસ્તાન સેનાની મીડિયા વિંગ આઇએસપી આર ડીજી મેજર જનરલ આસિફ ગફુર ઘ્વારા કેટલીક ફોટો જાહેર કરવામાં આવી છે. આ ફોટો પણ જાતે પાકિસ્તાને આ વાતની પુષ્ટિ કરી છે કે ભારતીય વાયુ સેનાએ અહીં હુમલા કર્યા છે. ભારતીય એર ફોર્સ ઘ્વારા લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને જેશ-એ-મોહમ્મદના ઠેકાણે હુમલો કરવાની ખબરે પાકિસ્તાનમાં ખલબલી મચાવી છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રો અનુસાર 26 ફેબ્રુઆરીની રાત્રે લગભગ સાઢા બાર વાગ્યે ઇન્ડિયન એર ફોર્સ મિરાજ 2000 ફાઈટર જેટ્સ ઘ્વારા એલઓસી પર આવેલા આતંકી ઠેકાણે હુમલા કર્યા અને તેને પુરી રીતે નષ્ટ કરી નાખ્યા. ભારતીય જેટ્સ સુરક્ષિત રીતે ભારતીય સીમમાં આવી ચુક્યા છે.

આ પણ વાંચો: સર્જિકલ સ્ટ્રાઈકઃ ભારતીય વાયુસેનાએ PoKમાં જૈશના ઠેકાણા પર 1000 કિલો બોમ્બ વરસાવ્યા

Surgical Strike 2

12 મિરાજ પહોંચ્યા પીઓકે માં

સરકાર સાથે જોડાયેલા સૂત્રો મુજબ 26મી ફેબ્રુઆરીએ રાત્રે 3.30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના મિરાજ 2000 ફાઈટર જેટ્સે એલઓસી પર સ્થિત આતંકી ઠેકાણા પર કેટલાય હુમલા કર્યા અને તેને પૂરી રીતે નષ્ટ કરી દીધા છે. જેટ્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત પોતાની સીમામાં પરત આવી ગયા છે. લગભગ 1000 કિલોગ્રામ બમ એલઓસીની પાર આતંકી કેમ્પ્સ પર વરસાવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલામાં જૈશના ઠેકાણાને પૂરી રીતે તબાહ કરી દેવામાં આવ્યા છે આ હુમલામાં 300 જેટલા આતંકવાદીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Surgical Strike 2
English summary
Pictures of site destroyed by the air strike conducted by Indian Air Force in Pok across LoC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X