For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્જિકલ સ્ટ્રાઈકઃ ભારતીય વાયુસેનાએ PoKમાં જૈશના ઠેકાણા પર 1000 કિલો બોમ્બ વરસાવ્યા

વાયુસેનાએ PoKમાં જૈશના ઠેકાણા પર 1000 કિલો બોમ્બ વરસાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિયન એરફોર્સના ફાઈટર જેટે લાઈન ઑફ કન્ટ્રોલ (LoC) પાર જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર હુમલો કર્યો હોવાના અહેવાલે પાકિસ્તાનમાં ખલબલી મચાવી દીધી છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રો મુજબ 26મી ફેબ્રુઆરીએ રાત્રે 3.30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના મિરાજ 2000 ફાઈટર જેટ્સે એલઓસી પર સ્થિત આતંકી ઠેકાણા પર કેટલાય હુમલા કર્યા અને તેને પૂરી રીતે નષ્ટ કરી દીધા છે. જેટ્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત પોતાની સીમામાં પરત આવી ગયા છે.

12 મિરાજ પહોંચ્યાં PoK

12 મિરાજ પહોંચ્યાં PoK

આઈએએફ સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ એરફોર્સના 12 મિરાજ જેટ્સ પીઓકેના બાલાકોટ સુધી દાખલ થયા અને અહીં પર તેમણે જૈશના ઠેકાણા પર હુમલો કર્યો. લગભગ 1000 કિલોગ્રામ બમ એલઓસીની પાર આતંકી કેમ્પ્સ પર વરસાવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલામાં જૈશના ઠેકાણાને પૂરી રીતે તબાહ કરી દેવામાં આવ્યા છે આ હુમલામાં 300 જેટલા આતંકવાદીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

કારગિલ વોર પછી પહેલીવાર

કારગિલ વોર પછી પહેલીવાર

જો આ વાત સાચી સાબિત થાય છે તો પછી વર્ષ 1999માં થયેલ કારગિલ જંગ બાદ પહેલી વખત આવું બન્યું જ્યારે ઈન્ડિયન એરફોર્સના જેટ્સે એલઓસી પાર કર્યું હોય. હજુ સુધી સરકાર તરફથી આ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ સૂત્રો તરફથી જાણકારી આપવામાં આવી છે કે મિરાજ જેટ્સ તરફથી લેજર ગઈડેડ બોમ્બ પીઓકે સ્થિત કેમ્પ પર ફેંકવામાં આવ્યા છે. આ જેટ્સે પુંછથી ટેક ઑફ કર્યું હતું. જેટ્સ ઉપરાંત મિડ એર રિફ્યૂલર બોમ, અર્લી વોર્નિંગ જેટ અને ડોન્સ પણ આ મિશનનો ભાગ બન્યા હતા.

જૈશનો સૌથી મોટો ટ્રેનિંગ કેમ્પ

જૈશનો સૌથી મોટો ટ્રેનિંગ કેમ્પ

બાલાકોટ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સ્થિત છે. આ વિસ્તારમાં જૈશનો સૌથી મોટો ટ્રેનિંગ કેમ્પ છે અને એવામાં આ એર સ્ટ્રાઈકને મોટી સફળતા માનવામાં આવી રહી છે.

વૉર મેમોરિયલના ઉદઘાટનમાં પીએમ મોદીઃ આપણા દેશની સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાંની એકવૉર મેમોરિયલના ઉદઘાટનમાં પીએમ મોદીઃ આપણા દેશની સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાંની એક

English summary
air force attacked on camps of jaish e mohammad at PoK
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X