For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીલીભીંતની આ શાળામાં ક્યારેય નથી ગવાયુ રાષ્ટ્રગીત, ગવાતી હતી મદરસાની પ્રાર્થના

ઉત્તરપ્રદેશના પીલીભીંત જિલ્લામાં સ્થિત બીઆરસી વિદ્યાલયનો એક વીડિયો હાલમાં જ વાયરલ થયો હતો જેમાં બાળકો સવારની પ્રાર્થના સભામાં મદરસામાં ગવાતી પ્રાર્થના કરી રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના પીલીભીંત જિલ્લામાં સ્થિત બીઆરસી વિદ્યાલયનો એક વીડિયો હાલમાં જ વાયરલ થયો હતો જેમાં બાળકો સવારની પ્રાર્થના સભામાં મદરસામાં ગવાતી પ્રાર્થના કરી રહ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. જો કે આ મામલે બીએસએના ખંડ વિકાસ અધિકારી બિસલપુર પાસેથી જવાબ માંગ્યો હતો. ખંડ વિકાસ અધિકારીના તપાસ રિપોર્ટ બાદ જિલ્લાધિકારીએ સ્કૂલના પ્રધાનાચાર્ય ફુરકાન અલીને સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ થોડા દિવસ બાદ માનવીય આધારે પ્રધાનાચાર્યનુ સસ્પેન્શન પાછુ લઈ લીધુ હતુ. વળી, હવે આ કેસમાં નવી માહિતી સામે આવી છે.

pilibhit

વિહિપ સભ્યએ કરી હતી ફરિયાદ

જિલ્લા પ્રશાસનની તપાસમાં માલુમ પડ્યુ કે આ શાળામાં ક્યારેય પ્રાર્થના સભામાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યુ જ નથી. પીલીભીંતના જિલ્લાધિકારી વૈભવ શ્રીવાસ્તવે આ કેસની તપાસ કરી ત્યારબાદ ત્રણ સભ્યોની ટીમે આ તપાસ કરી હતી. આ તપાસ કમિટીમાં જિલ્લા મેજિસ્ટ્રેટ રિતુ પુનિયા, એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટ વંદના ત્રિવેદી અને બીએસએ દેવેન્દ્ર સ્વરૂપ શામેલ હતા. 14 ઓક્ટોબરે પ્રશાસને વિહિપ સભ્યની ફરિયાદના આધારે શાળાના પ્રધાનાચાર્ય ફુરકાન અલીને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમના પર આરોપ હતો કે તેમણે છાત્રો પાસે પ્રાર્થના સભામાં ધાર્મિક પ્રાર્થના કરાવી હતી. વિહિપ સભ્યએ આરોપ લગાવ્યો હતો કે આ પ્રાર્થના મદરસામાં કરાવાતી પ્રાર્થના છે.

ક્યારેય નથી ગવાયુ રાષ્ટ્રગીત

બિસલપુરના બ્લોક એજ્યુકેશન અધિકારી ઉપેન્દ્રકુમારની તપાસમાં માલુમ પડ્યુ કે ફુરકાન અલીએ છાત્રો પાસે 1902માં મોહમ્મદ ઈકબાલ દ્વારા લખવામાં આવેલી કવિતા લબ પે આતી હે દુઆઓ ગવડાવી હતી. તમને જણાવી દઈએ કે ઈકબાલે સારે જહાં સે અચ્છા કવિતા પણ લખી હતી. જિલ્લા પ્રશાસનના નિવેદન અનુસાર રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બાળકો સાથે વાત કર્યા બાદ આ વાત સામે આવી છે કે શાળામાં રાષ્ટ્રગીત અને અધિકૃત રીતે સ્વીકૃત પ્રાર્થના વો શક્તિ હમે દો દયાનિધિ ક્યારેય ગવડાવાઈ નથી. બાળકોએ જણાવ્યુ કે તેમને ક્યારેય રાષ્ટ્રગીત ગાવા માટે કહેવામાં આવ્યુ નથી. હવે શાળામાં તૈનાત નવા શિક્ષક બાળકોને છેલ્લા ત્રણ દિવસથી સ્વીકૃત પ્રાર્થના અને રાષ્ટ્રગીત ગવડાવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જે દિવસે તપાસ કરવામાં આવી એ દિવસે શાળાના કુલ 267માંથી 53 બાળકો હાજર હતા.

શિક્ષણનુ સ્તર અસંતોષજનક

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે શાળાની અંદર શિક્ષણની ગુણવત્તા અસંતોષજનક જોવામાં આવી છે. જ્યારે ધોરણ પાંચના બાળકોને કહેવામાં આવ્યુ કે તે હિંદી અથવા અંગ્રેજીમાં કોઈ સામાન્ય વાક્ય લખે તો તે આમ ન કરી શક્યા. બાળકોને માત્ર બોલવાનુ જ શીખવવામાં આવ્યુ હતુ. કોઈ પણ બાળક દેશના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિનુ નામ સુદ્ધા બતાવી શક્યો નહોતો. ધોરણ પાંચના બાળકો જ્ઞાન પ્રકાશ અને હિંદુસ્તાન લખી શક્યા નહોતા. બાળકોમાં કોઈ પણ પ્રકારનુ અનુશાસન નહોતુ.

આ પણ વાંચોઃ કમલેશ તિવારી હત્યાકાંડઃ શૂટર ચૂકી ગયો હતો નિશાન, પોતાને જ કરી દીધો ઘાયલઆ પણ વાંચોઃ કમલેશ તિવારી હત્યાકાંડઃ શૂટર ચૂકી ગયો હતો નિશાન, પોતાને જ કરી દીધો ઘાયલ

English summary
Pilibhit: National anthem was never was never sung in the government school.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X