For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત- ચીન વિવાદ વચ્ચે PLAએ 20 હજાર સૈનિકોને LAC પર મોકલ્યા

ભારત- ચીન વિવાદ વચ્ચે PLAએ 20 હજાર સૈનિકોને LAC પર મોકલ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ સતત વધી રહ્યો છે અને ચીનની સેના પોતાના વલણમાં કોઇપણ પ્રકારનો બદલાવ કરતી જોવા નથી મળી રહી. સરકારના સૂત્રો મુજબ પીપુલ્સ લિબરેશન આર્મીએ પૂર્વી લદ્દાખમાં 20 હજાર જવાનોને લાઇન ઑફ એક્ચ્યુઅલી કંટ્રોલ એટલે કે એલએસી પર તહેનાત કરી દીધા છે. જો કે ભારતે આ વિસ્તારમાં પોતાની બાજ નજર બનાવી રાખી છે, પરંતુ છતાં ચીન તરફથી 10-12 હજાર સૈનિકોને જિનજિયાંગમાં હાઇ મોબિલિટી વિહિકલ અને મોટા હથિયાર સાથે મોકલવામાં આવ્યા છે. અહીંથી સૈનિક ભારતના ફ્રંટ પર માત્ર 48 કલાકમાં જ પહોંચી ચૂક્યા છે.

48 કલાકમાં ભારતીય ફ્રંટ પર પહોંચી શકે છે ચીની સૈનિકો

48 કલાકમાં ભારતીય ફ્રંટ પર પહોંચી શકે છે ચીની સૈનિકો

સૂત્રો મુજબ ચીનની સેનાએ બે ડિવિઝન જેમા 20 હજાર જેટલા જવાન છે તેમને લદ્દાખ સેક્ટરના એલએસી પર તહેનાત કર્યા છે. આ ઉપરાંત 10 હજાર અન્ય સૈનિકોને પણ ઉત્તરી જિનજિયાંગ પ્રાંતમાં તહેનાત કર્યા છે. તેમને માત્ર 48 કલાકમાં જ ભારતના ફ્રંટ પર પહોંચાડવામાં આવી શકે છે. જણાવી દઇએ કે અહીંના હાલાત સમતલ છે, આ કારણે સૈનિકોને મોબિલાઇઝ કરાવામાં આસાની થાય છે અને તેમને માત્ર 48 કલાકમાં જ ભારતના ફ્રંટિયર સુધી મોકલવામાં આવી શકે છે.

ભારત તરફથી પણ તહેનાતી

ભારત તરફથી પણ તહેનાતી

ચીનની આ પૂરી ગતિવિધિ પર ભારતીય સેનાએ નજર બનાવેલી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારત અને ચીન સૈન્ય અને રાજનાયિક સ્તરે પાછલા છ અઠવાડિયાથી વાતચીત કરી રહ્યા છે, છતાં સૈનિકોની તહેનાતીમાં કોઇપણ પ્રકારની કમી જોવા નથી મળી. સૂત્રો મુજબ ભારતે પણ પૂર્વી લદ્ધાખ સેક્ટરમા ંપોતાના બે એડિશનલ ડિવિઝનની તહેનાતી વધારી દીધી છે. ટેંક, પીએમપી- 2 સૈન્ય લડાકુ વિહિકલને પણ વાયુસેના અહીં પહોચાડી ચૂકી છે.

કોર કમાંડરની બેઠકનું કોઇ પરિણામ ના નીકળ્યું

કોર કમાંડરની બેઠકનું કોઇ પરિણામ ના નીકળ્યું

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે વિવાદ ખતમ કરવા માટે મંગળવારે બંને દેશના સૈન્ય કમાંડર વચ્ચે વાતચીત થઇ. ભારત અને ચીન વચ્ચે તણાવને ખતમ કરવા માટે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર આ આવી ત્રીજી બેઠક છે. રાત્રે 12.30 વાગ્યા સુધી મીટિંગ ચાલુ હતી અને સૂત્રો મુજબ બંને દેશની સેનાઓ કોઇપણ પરિણામ સુધી ના પહોંચી. આ મીટિંગનો ઉદ્દેશ્ય બંને તરફથી ડિએસ્કેલેશનના નિયમોનું નિર્ધારણ કરવાનું હતું. પરંતુ ભારત અને ચીનના કાંડર વચ્ચે સહમતિ ના બની શકી.

દેશભરમાં આજે Unlock 2ની શરૂઆત, જાણો જરૂરી વાતોદેશભરમાં આજે Unlock 2ની શરૂઆત, જાણો જરૂરી વાતો

English summary
PLA has moved 20 thousand soldiers on LAC amid india- china standoff.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X