પ્રધાનમંત્રીએ 9 વર્ષોમાં વિદેશ યાત્રા પર 642 કરોડ ખર્ચ્યા

આ આંકડો પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ પર યાત્રાઓ માટે આપવામાં આવેલા ખર્ચથી સામે આવ્યો છે. આરટીઆઇ થકી મળેલી જાણકારી બાદ પીએમઓએ સરકારના કામકાજમાં પારદર્શિતા વધારવાના ઉદ્દેશથી આ માહિતી વેબસાઇટ પર મૂકી છે.
વેબસાઇટ પર આપેલા આંકડાઓ અનુસાર 2004માં પહેલીવાર પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું અને 29થી 31 જુલાઇ 2004માં તેમણે પહેલી વિદેશયાત્રા ખેડી હતી. આ વિદેશ પર પાંચ કરોડ 38 લાખ 95 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. પીએમઓની વેબસાઇટ પર મનમોહનસિંહની કૂલ 62 યાત્રાઓની માહિતી આપવામાં આવી છે.
જ્યારે પીએમની હાલમાં જ જાપાન અને થાઇલેન્ડની પાંચ દિવસીય યાત્રા આ સૂચિમાં સામેલ નથી.મનમોહન સિંહની વિદેશયાત્રાથી સૌથી વધારે 26 કરોડ 94 લાખ 10 હજાર રૂપિયાનો ખર્ચ મોક્સિકો અને બ્રાઝિલની 16થી 23ની યાત્રા દરમિયાન કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
