પીએમ, બીજેપી અને RSS ને લાગે છે કે આ જ ભારત છે-રાહુલ ગાંધી

વાયનાડમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ, બીજેપી અને આરએસએસ ત્રણેયને કોઈ પણ પ્રકારનો ભ્રમ નથી. તેઓ માને છે કે તે પોતે ભારત છે. વડાપ્રધાન માત્ર એક ભારતીય નાગરિક છે. સમગ્ર ભારત નહીં, ભલે તે અહંકારી હોય.

Rahul Gandhi

નવી દિલ્હી : રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદી, બીજેપી અને આરએસએસ પર સતત હુમલા કરી રહ્યા છે. રાહુલ ગાંધી પોતાના નિવેદનમાં સતત આકરા પ્રહારો કરે છે ત્યારે હવે તેમને ફરી એક વખત નિશાન સાધ્યુ છે. હવે રાહુલ ગાંધીએ તેમના મત વિસ્તાર વાયનાડથી નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહાર કર્યા છે.

વાયનાડમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ, બીજેપી અને આરએસએસ ત્રણેયને કોઈ પણ પ્રકારનો ભ્રમ નથી. તેઓ માને છે કે તે પોતે ભારત છે. વડાપ્રધાન માત્ર એક ભારતીય નાગરિક છે. સમગ્ર ભારત નહીં, ભલે તે અહંકારી હોય. વડાપ્રધાન, ભાજપ અને આરએસએસ પર હુમલો એ ભારત પર હુમલો નથી. ભારતની સ્વતંત્ર સંસ્થાઓ પર હુમલો કરીને આ લોકો ભારત પર હુમલો કરી રહ્યા છે અને હું મારી જાતને આવું કરતા ક્યારેય રોકીશ નહીં.

અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું બીજેપી, આરએસએસ કે પોલીસથી ડરતો નથી. પછી ભલે મારી સામે ગમે તેટલા કેસ કરે કે મારા ઘરે પોલીસ મોકલે, મારું અપમાન કરે, હું સત્ય માટે લડીશ. જે લોકો હંમેશા જૂઠું બોલે છે તે ક્યારેય સમજી શકતા નથી કે પ્રામાણિક લોકો શું છે. અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ યુકેમાં આપેલા નિવેદન મુદ્દે બીજેપી સતત પર પ્રહારો કરી રહી છે.

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન આપેલા એક નિવેદન મુદ્દે દિલ્હી પોલીસે તેમને નોટિસ મોકલી છે અને તેમના ઘરે પહોંચીને પ્રશ્નો પૂછ્યા છે. રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસની નોટિસનો પ્રાથમિક જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તે 8-10 દિવસમાં વિગતે જવાબ આપશે.

રાહુલ ગાંધીના નિવેદન બાદ બીજેપી સંસદમાં સતત તેમનો વિરોધ કરી રહી છે અને તેમની માફીની માંગ કરી રહી છે. રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી અને ગૃહમાં બોલવાની પરવાનગી માંગી છે. તેમણે કહ્યું કે તેઓ ગૃહમાં બોલવા માંગે છે અને પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X