For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મહિલા બેંકની પ્રથમ શાખા મુંબઇમાં ખુલશે, વડાપ્રધાન કરશે ઉદઘાટન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 19 નવેમ્બર: ભારતીય મહિલા બેંકની પ્રથમ શાખા દિલ્હીમાં તો ખુલી ના શકી, પરંતુ આજે ઇન્દિરા ગાંધી જયંતિ (19 નવેમ્બર)ના દિવસે મુંબઇમાં જરૂર ખુલી જશે. ભારતીય મહિલા બેંકની આ શાખાનું ઉદઘાટન વડાપ્રધાન મનમોહન સિંહ કરશે. આ ઉદઘાટન સમારોહની અધ્યક્ષતા કોંગ્રેસની અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. કહેવામાં આવે છે કે નાણામંત્રી પી ચિદમ્બરમ પણ આ અવસરે હાજર રહી શકે છે.

ચૂંટણી કમિશને સરકારને દેશમાં મહિલા બેંક ખોલવાની પરવાનગી આપી દિધી છે. સાથે જ નિર્દેશ પણ આપ્યા છે કે દિલ્હી, મધ્યપ્રદેશ સહિત આ બધા રાજ્યોમાં બેંક નહી ખોલવામાં આવે, જ્યાં આચાર સંહિતા લાગૂ છે. સરકાર આ બેંકની પહેલી શાખા દિલ્હીમાં ખોલવા માંગતી હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આગામી છ મહિનાઓમાં આ બેંકની 20 શાખાઓ ખોલવામાં આવશે. કહેવામાં આવે છે કે મંગળવારથી જ મુંબઇ ઉપરાંત વધુ છ શહેરો (લખનઉ, ગુવાહાટી, કોલકત્તા, ચેન્નઇ, બેગ્લોર, અમદાવાદ)માં બેંકની શાખાઓ કામ કરવા લાગશે.

ઉષા અનંતસુબ્રમણ્યનને ભારતીય મહિલા બેંકના ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર નિમવામાં આવ્યા છે. નાણામંત્રી પી ચિદંબરમને બજેટ 2013-14 રજૂ કરતાં મહિલાઓ માટે બેંક સ્થાપવાની જાહેરાત કરી હતી.

શું હશે આ બેંકનો હેતુ
આ બેંકની બધી જ બ્રાંચોને આદેશ આપવામાં આવ્યા છે કે તે સમાજના નબળા વર્ગની મહિલાઓને ઓછા વ્યાજ દર પર લોન આપે જેથી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર થઇ શકે. મહિલાઓ બેંકમાંથી લોન લઇને પોતાનું કામ શરૂ કરી શકે.

આ ઉપરાંત આ શાખાઓ કામ કરવાની ઇચ્છા ધરાવતી મહિલાઓ માટે ટ્રેનિંગ કાર્યક્રમ પણ આયોજિત કરાવશે. આ શાખાઓ દ્વારા મહિલાઓને શિક્ષણ અથવા હોમ લોન પણ મળશે.

English summary
The Election Commission has allowed the launch of the nation's first all-women Bharatiya Mahila Bank today but has asked the government not to open its branches or do its publicity in poll-bound states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X