For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદિત ટિપ્પણી બાદ સંજય નિરુપમ બોલ્યા, ‘ભગવાન નથી પીએમ મોદી'

કોંગ્રેસ નેતા સંજય નિરુપમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણી પર રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ નેતા સંજય નિરુપમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણી પર રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપે આ નિવેદન અંગે કોંગ્રેસ પાસે માફીની માંગ કરી છે ત્યાં બીજી તરફ સંજય નિરુપમ પોતાના નિવેદન પર અડગ છે. પોતાના નિવેદન પર મચેલા હોબાળા બાદ ગુરુવારે સંજય નિરુપમે કહ્યુ કે દેશમાં લોકતંત્ર છે અને લોકતંત્રમાં પ્રધાનમંત્રી ભગવાન નથી. મે પીએમ મોદી અંગે જે શબ્દનો ઉપયોગ કર્યો છે તે બિલકુલ અમર્યાદિત નથી.

‘બાળકોને તેમના શિક્ષણ વિશે શું કહીશુ'

‘બાળકોને તેમના શિક્ષણ વિશે શું કહીશુ'

ગુરુવારે સંજય નિરુપમે આ મામલે કહ્યુ, ‘જો બાળકો પ્રધાનમંત્રીની શૈક્ષણિક યોગ્યતા વિશે પૂછે તો તમે તેમને શું કહેશો? લોકોને તેમના શિક્ષણ વિશે જાણ નથી. એવી કઈ તાકાતો છે જે દિલ્લી યુનિવર્સિટી પર પીએમની ડિગ્રી જાહેર કરતા રોકવા માટે દબાણ કરી રહી છે? જ્યારે દાવો કરવામાં આવે છે કે તેમણે ત્યાં અભ્યાસ કર્યો છે. દેશમાં લોકતંત્ર છે અને લોકતંત્રમાં પ્રધાનમંત્રી ભગવાન નથી હોતા. મે પીએમ મોદી અંગે અમર્યાદિત શબ્દોનો ઉપયોગ નથી કર્યો.'

આ પણ વાંચોઃ ગણપતિ બાપ્પાનું દેશભરમાં ધૂમધામથી આગમન, જુઓ તસવીરોઆ પણ વાંચોઃ ગણપતિ બાપ્પાનું દેશભરમાં ધૂમધામથી આગમન, જુઓ તસવીરો

શું કહ્યુ હતુ નિરુપમે?

શું કહ્યુ હતુ નિરુપમે?

તમને જણાવી દઈએ કે બુધવારે સંજય નિરુપમે પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરતા કહ્યુ હતુ, ‘મોદીજી ઉપર કોઈ ફિલ્મ બની છે અને તે બતાવવા માટે જબરદસ્તી કરવામાં આવી રહી છે. આ એકદમ અયોગ્ય છે. આપણા બાળકોને રાજકારણથી દૂર રાખવા જોઈએ. બીજી વાત એ કે જે બાળકો શાળા-કોલેજોમાં ભણી રહ્યા છે તેમને મોદી જેવા અભણ-ગમાર વિશે જાણીને શું મળવાનું છે કારણકે આ બહુ શરમજનક વાત છે કે આજ સુધી આપણા દેશના નાગરિકોને ખબર નથી કે આપણા પ્રધાનમંત્રીની ડિગ્રી શું છે?'

મણિશંકર ઐય્યર પણ કરી ચૂક્યા છે અભદ્ર ટિપ્પણી

મણિશંકર ઐય્યર પણ કરી ચૂક્યા છે અભદ્ર ટિપ્પણી

આ પહેલી વાર નથી કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. મણિશંકરના નિવેદન પર રાજકીય ઘમાસાણ મચ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને પક્ષમાંથી બરતરફ કર્યા હતા. જો કે હાલમાં મણિશંકર ઐય્યરની બરતરફી રદ કરીને તેમને ફરીથી પક્ષમાં શામેલ કરી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Ganesh Chaturthi 2018: આજથી ગણેશોત્સવ શરૂ, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામનાઆ પણ વાંચોઃ Ganesh Chaturthi 2018: આજથી ગણેશોત્સવ શરૂ, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામના

English summary
pm is not god in democracy the words is used are not undignified sanjay nirupam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X