મનમોહન સિંહ આજે મીડિયા સાથે થશે રૂબર, ગણાવશે સરકારની ઉપલબ્ધિઓ!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 જાન્યુઆરી: વડાપ્રધાન મનમોહન સિંહ આજે દેશના મીડિયા સાથે ઔપચારિક રીતે રૂબરૂ થઇને પોતાની મૌન તોડશે. માનવામાં આવે છે કે મનમોહન સિંહ આજે મીડિયા સાથેની વાતચીતમાં 10 વર્ષોમાં યુપીએના કાર્યકાળની ઉપલબ્ધિઓનું વિવરણ આપશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન વર્ષ 2014માં યુપીએના સત્તામાં આવ્યા બાદથી આર્થિક વિકાસ, રોજગારનું સર્જન, મોંધવારી પર નિયંત્રણ અને નાના વેપારને પ્રોત્સાહન તથા સમર્થન જેવા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને સામે રાખશે. વડાપ્રધાન જો કે પોતાના સંબોધનમાં આ અનુમાન અનુસાર પોતાના રાજીનામાની જાહેરાત નહી કરે જેમાં કહેવામાં આવે છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવનો રસ્તો સાફ કરવા માટે રાજીનામાની જાહેરાત કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન જો કે આ ધારણાને તોડવા માંગે છે કે દેશમાં કામ થયું નથી. સૂત્રોનું કહેવું છે કે મનમોહન સિંહ મૂળ ત્રણ મુદ્દાઓ-રાજકારણ, અર્થવ્યવસ્થા અને વિદેશી મુદ્દાઓ પર બોલશે અને જણાવશે કે શું પ્રાપ્ત થયું છે અને શું કરવાનું બાકી રહી ગયું છે. વડાપ્રધાન તરીકે મનમોહન સિંહના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમનો આ ત્રીજો પૂર્ણ સંવદદાતા સંમેલન હશે.

manmohan-singh

વડાપ્રધાન મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓનો સામનો કરવા માટે ભરેલા પગલાં વિશે જણાવશે. આ મુદ્દાઓને લઇને સરકારને આકરા પ્રહારો સહન કરવા પડ્યા છે. ભ્રષ્ટાચાર પર મનમોહન સિંહ લોકપાલ વિધેયકને મંજૂરી આપવાની ચર્ચા કરશે અને આ સાથે જ આ સમસ્યાનો સામનો કરવા માટે એક માળખું ઉભું કરવા માટે અન્ય કાયદાઓ બનાવવાના પ્રસ્તાવની ચર્ચા કરી શકે છે.

જ્યાં સુધી મોંધવારીનો પ્રશ્ન છે કે, મનમોહન સિંહ તેના કારણોનો ઉલ્લેખ નહી કરે. શક્ય છે કે નિર્માણ, રોજગાર અને લઘુ ઉદ્યોગના ક્ષેત્રમાં વૃદ્ધિને લઇને ઉલ્લેખ કરી શકે છે. લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં યોજાઇ રહેલા આ સંવાદદાતા સંમેલનના મે 2009થી શરૂ થયેલા બીજા કાર્યકાળની આ બીજી પત્રકાર પરિષદ હશે. નબળી નિતીઓ, ભ્રષ્ટાચાર, મોંધવારી અને કેટલાક અન્ય જ્વલંત મુદ્દાઓને લઇને યુપીએ સરકાર ટીકાઓનો સામનો કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહના આ બીજો કાર્યકાળ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલો રહ્યો અને સરકારના કેટલાક મંત્રીઓને ભ્રષ્ટાચારના આરોપોના કારણે રાજીનામું આપવું પડ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ ઉદઘાટન કરવામાં આવેલા રાષ્ટ્રીય મીડિયા કેન્દ્રમાં આયોજિત સંમેલનમાં વરિષ્ઠ એડિટરો સહિત 250 મીડિયાકર્મી ભાગ લેશે.

English summary
Prime Minister Manmohan Singh is scheduled to meet media on Friday and is likely to address several issues including list the achievements of the UPA government in the last decade.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.