For Daily Alerts
PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ
રવિવારે 25 જૂન, 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 33મી વાર રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓનું સંબોધન કર્યું હતું. પીએમ મોદી હાલ ત્રણ દેશો - પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેંડ્સના પ્રવાસે છે. રવિવારે સવારે જ તેઓ અમેરિકા પહોંચ્યા છે.
પીએમ મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓઃ
- પરિવારમાં બાળકોને જો રમત-ગમતમાં રસ હોય તો તેમને તક આપવી જોઇએ. દરેક બાળક, દરેક નાગરિકને ઓલમ્પિકનું સપનું જોવાની છૂટ છે.
- રમત-ગમત વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જરૂરી છે અને આપણા દેશમાં એવા પ્રતિભાવાનોની કોઇ ખોટ નથી.
- હાલમાં જ કિદાંબીએ ઇન્ડોનેશિયા ઓપન જીતીને દેશના ગૌરવમાં વધારો કર્યો છે, હું તેમને અભિનંદન પાઠવું છું.
- હવેના દિવસોમાં રમત-ગમતમાં યુવાનોની રુચિ વધતી જોવા મળી છે, અભ્યાસની સાથે જ રમત ક્ષેત્રે પણ યુવા પેઢી પોતાનું ભાવિ ઘડી રહી છે
- 19 જૂનના રોજ માર્સ મિશનને 1000 દિવસ પૂર્ણ થયા, હું પણ આ મિશન ચાલુ છે. તેના તરફથી તસવીરો અને જાણકારીઓ મળી રહી છે. આ મિશન પોતાની આયુ કરતાં વધુ કામ કરી રહ્યું છે.
- ઇસરોએ સૌથી વજનદાર ઉપગ્રહ અંતરિક્ષમાં સ્થાપિત કર્યું છે.
- નેનો સેટેલાઇટ અભિયાનમાં ભારતે શાનદાર ઉપલબ્ધિ મેળવી છે, આનાથી કૃષિ ક્ષેત્રે પણ મદદ મળી રહી છે.
- મને મળતાં પત્રો હું વાંચુ છું, તમિલનાડુના મદુરાઇથી અરુણે મને એક પત્ર લખ્યો હતો. તેમણે મુદ્રા યોજના હેઠળ બેંકમાંથી પૈસા લીધા હતા, તેમણે ઇ-જેમમાં રજિસ્ટ્રેશન કરાવ્યું અને પોતાનો વેપાર આગળ વધાર્યો. ઇ જેમમાં રજિસ્ટ્રેશન કરાવનારને વધુ વ્યાજબી ભાવે ઉત્પાદનો મળે છે. જેમમાં આવેલ અરજીઓ ધ્યાનમાં લેવી સરકારી અધિકારીઓ માટે ફરજિયાત છે.
- હું લંડન ગયો હતો ત્યારે ક્વીન એલિઝાબેથે મને ભોજન કરાવ્યું હતું અને ત્યાર બાદ તેમણે મને ખૂબ આદર સાથે ખાદીનો એક રૂમાલ દેખાડ્યો હતો. તેમણે મને જણાવ્યું કે, આ રૂમાલ તેમને મહાત્મા ગાંધીએ આપ્યો હતો. મેં રૂમાલને સ્પર્શ કર્યો હતો અને એ અલગ જ અનુભવ હતો.
- વરસાદના આગમનથી આપણી મનોસ્થિતિ બદલાઇ જાય છે, લખનઉમાં પહેલી વાર મને વરસતા વરસાદમાં યોગ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
- દેશના યુવાઓએ પણ યોગ કર્યો, યૂએનના સ્ટાફે પણ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો
- ગુજરાતના અમદાવાદમાં 50 હજાર લોકોએ એકસાથે યોગ કરી રેકોર્ડ બનાવ્યો
- સિંગાપુરમાં એક અઠવાડિયા માટે અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હેઠળ 70 જગ્યાઓ યોગના કાર્યક્રમ યોજાયા હતા
- આ વર્ષે યોગે વિશ્વ રેકોર્ડ બનાવ્યા, દુનિયા ભારમાં હર્ષોલ્લાસ સાથે યોગ દિવસની ઉજવણી થઇ
- પ્રકાશ ત્રિપાઠીએ 25 જૂનને લોકતંત્રના ઇતિહાસનો કાળો દિવસ કહ્યો, 25 જૂનની કાળી રાત કોઇ નહીં બૂલાવી શકે. ન્યાય વ્યવસ્થા આપાતકળાની ભયાવહતાથી બચી ન શકી.
- આંધ્ર પ્રદેશ અને વિજયનગરમાં લોકોએ 10 માર્ચના રોજ સવારે 6 વાગ્યાથી 14 માર્ચ 10 વાગ્યા સુધીના 100 કલાકોમાં 10 હજાર ઘરેલુ શૌચાલય બનાવવાનો લક્ષ્ય લીધો હતો, જનતા અને સરકારે મળીને આ લક્ષ્ય પાર કર્યો. 71 ગામોએ ભેગા મળી કામ પાર પાડ્યું. હું એ સૌને અભિનંદન પાઠવું છું.
- આજે સ્વચ્છતા માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, તે જનસમાજનું આંદોલન બની ચૂક્યું છે.
- સિક્કિમ, કેરળ અને હિમાચલ પ્રદેશને ખુલ્લામાં શૌચની પ્રક્રિયાથી છુટકારો મળ્યો છે.
- આ અઠવાડિયે હવે ઉત્તરાખંડ અને હરિયાણાનો ખુલ્લામાં શૌચની આદતથી મુક્તિ મળી છે, આ માટે હું બંન્ને રાજ્યોની સરકારને અભિનંદન પાઠવું છું.
- રમઝાનનો પવિત્ર માસ ચાલી રહ્યો છે, ઇદના પ્રસંગે મારી તરફથી સૌને શુભકામનાઓ
- ભગવાન જગન્નાથની યાત્રાના પ્રસંગે હું તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું