• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અખિલેશ યાદવ યુપીની ચૂંટણી હારી ચૂક્યા છે - નરેન્દ્ર મોદી

By Shachi
|

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ફતેહપુર માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન જનસભા સંબોધિત કરતાં કહ્યું કે, દરેક સામાન્ય વ્યક્તિ કહે છે કે, જો સરદાર વલ્લભભાઇ પટેલ દેશના વડાપ્રધાન બન્યા હોત, તો પરિસ્થિતિ કંઇક અલગ જ હોત. ભલે 70 વર્ષ વીતી ગયા, પરંતુ આજે પણ આપણે સૌએ કઠોર પરિશ્રમ કરી, સાચા નિયમો બનાવી, પ્રમાણિકતા અને નિયત સાથે તેમનું પાલન કરીએ, તો આજે પણ આપણે સરદાર સાહેબનું સ્વપ્ન પૂરું કરી શકીએ એમ છીએ.

સૌનો સાથ, સૌનો વિકાસ

સૌનો સાથ, સૌનો વિકાસ

"હું દેશથી કંઇ સંતાડવા નથી માંગતો, તમે જ મારા માલિક છે અને તમે જ મારા હાઇ કમાન્ડ છો. અમારો એક જ મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ. સરકારનું કામ છે, જાતિ-ધર્મના ભેતભાવ વિના સૌને એક સમાન સુવિધાઓ આપવી. જો રમઝાન પર વીજળી મળતી હોય તો હોળી પર પણ વીજળી મળવી જોઇએ. વર્ષ 2014માં કોંગ્રેસ 12-14 સિલિંડરના નામે ચૂંટણી લડી રહ્યું હતું, દેશની જરૂરિયાતો અંગેની તેમની સમજ પર મને હસવુ આવે છે. અમારી સરકાર બન્યાના 10-20 દિવસ અંદર શેરડીના ખેડૂતોનું ઉધાર માફ કરવામાં આવશે."

કોંગ્રેસ-સપાના ગઠબંધન પર પ્રહારો

કોંગ્રેસ-સપાના ગઠબંધન પર પ્રહારો

પીએમ મોદીએ વિપક્ષ પર હુમલો કરતાં કહ્યું કે, "યુપીની સરકારે માની લીધેલું કે બધા પૈસા ખર્ચ કરીને તેઓ લોકોને મૂર્ખ બનાવશે અને ચૂંટણી જીતી જશે. પરંતુ આ જનતા છે, તે બધું જાણે છે. બે તબક્કાના મતદાનમાં વાત સાફ થઇ ગઇ છે, ભાજપ પૂર્ણ બહુમત તરફ આગળ વધી રહ્યું છે." રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "તક આવી છે, આખા દેશમાં પિટાઇ ગયા, પરંતુ પૂર્વજોના નામે કદાચ યુપીમાં બચી જવાય એવું તેઓ માનતા હતા. ખૂબ મોટી આશાઓ હતી એમને, જેમણે ક્યારેય બળબળતો તાપ નથી દીઠો, ગામ નથી જોયાં, જેઓ સોનાની ચમચી સાથે જન્મ્યા છે; એવા લોકોને 27 વર્ષ સુધી યુપીના હાલ બેહાલ લાગતા હતા, આખા યુપીમાં ભ્રમણ કર્યા બાદ પણ કંઇ મેળ નથી પડતો એમનો. તો બીજી બાજુ પાંચ વર્ષ સરકારમાં રહેવાવાળાને લાગ્યું કે જનતાનો વિશ્વાસ ડિબી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં બંન્નેએ વિચાર્યું કે, બંન્ને ડુબી જ રહ્યાં છીએ, તો સાથે થઇ જઇએ, કદાચ બચી જઇએ!"

રાહુલ ધ્રુજી રહ્યા હતા

રાહુલ ધ્રુજી રહ્યા હતા

"જ્યારે બંન્ને (રાહુલ અને અખિલેશ) સાથે રોડ શો કરવા નીકળ્યા ત્યારે રસ્તા પર વીજળીના કંઇ કેટલાયે વાયરો જોવા મળ્યા હતા. રાહુલ ધ્રુજી રહ્યા હતા, પરંતુ અખિલેશ શાંત હતા. કારણ કે, તેમને ખબર હતી કે, વાયરો તો છે, પરંતુ વીજળી ક્યાં છે. પાંચ-છ દિવસ સુધી એવા વાજા વાગતા રહ્યાં જાણે કંઇ નવું થઇ રહ્યું હોય, પરંતુ જેવી ઉમેદવારી નોંધાવવાનું કામ શરૂ થયું એક પછી એક પત્તા ખુલવા લાગ્યા."

એક FIR માટે સુપ્રીમ કોર્ટે કરવો પડ્યો હસ્તક્ષેપ

એક FIR માટે સુપ્રીમ કોર્ટે કરવો પડ્યો હસ્તક્ષેપ

સપા સરકાર પર હુમલો કરતાં તેમણે કહ્યું કે, "ગાયત્રી પ્રજાપતિના મામલે સુપ્રીમ કોર્ટે દખલ કરવાની ફરજ પડી, એક એફઆઇઆર નોંધાવવા માટે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો, આપણી માં-દિકરીઓને આમ તેમ ભટકવાનો વારો આવ્યો. આ કેવી સરકાર છે? આ તે કામ છે કે કારનામાં! અખિલેશજીએ પોતાનું ચૂંટણી અભિયાન ગાયત્રી પ્રજાપતિના ચૂંટણી પ્રચાર સાથે શરૂ કર્યું હતું. યુપીની જનતા જાણવા માંગે છે કે, શું સપા-કોંગ્રેસનું ગઠબંધન પણ ગાયત્રી પ્રજાપતિ જેટલું જ પાક છે?"

અહીં વાંચો - ગાયત્રી પ્રજાપતિ સહિત 5 લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલઅહીં વાંચો - ગાયત્રી પ્રજાપતિ સહિત 5 લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ

પોલીસ મથક છે સપાનું કાર્યાલય

પોલીસ મથક છે સપાનું કાર્યાલય

"તમે રામ મનોહર લોહિયાના સપનાઓની પીઠમાં છરી ભોંકી છે, જે કોંગ્રેસ વિરુદ્ધ લોહિયાજી હંમેશા લડતા રહ્યાં, સત્તા માટે એ જ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. આ વાતો માટે જનતા માફ નહીં કરે. પોલીસવાળાઓ પોતાની મરજીથી નહીં, પરંતુ મજબૂરીમાં પોલીસ મથકને સપા કાર્યલય બનાવીને બેઠા છે. કારણ કે તેમને ધમકી આપવામાં આવે છે કે જો અમારી વાત નહીં માની તો ટ્રાન્સફર કરવામાં આવશે."

અખિલેશજીનો ચહેરો લટકી પડ્યો છે

અખિલેશજીનો ચહેરો લટકી પડ્યો છે

"પહેલાં સપાવાળા કહેતા હતા, અમે 2/3 બહુમત લાવીશું. પરતુ થોડા દિવસો બાદ સૂર બદલાઇ ગયો. થોડા દિવસ બાદ કહેવા લાગ્યા, હવે અમે બંન્ને સાથે થઇ ગયા છીએ, ભારે બહુમત લાવીશું. પરંતુ આજે (રવિવારે) સવારે મતદાન બાદ અખિલેશજીનો ચહેરો ટીવી પર જોયો તો તેમનો ચહેરો લટકી પડ્યો હતો. અવાજમાં દમ નહોતો, શબ્દો શોધતા હતા, જાણે બાજી હારી ગયા હોય. ચૂંટણી પ્રચારની શરૂઆતમાં કહેતા હતા, એકલા જીતી બતાવીશું. આજે સવારે કહી રહ્યાં હતા, અમારી પાર્ટી સૌથી મોટી પાર્ટી તો બનશે જ. શું થયું ભાઇ, હજુ તો ત્રીજો તબક્કો પણ પૂર્ણ નથી થયો અને તમે હાર માની લીધી?"

અહીં વાંચો

અહીં વાંચો

સપા MLA અરુણ વર્મા પર ગેંગરેપ પીડિતાની હત્યાનો કેસ નોંધાયોસપા MLA અરુણ વર્મા પર ગેંગરેપ પીડિતાની હત્યાનો કેસ નોંધાયો

English summary
PM Modi address a rally in Fatehpur takes on opposition parties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X