ગરીબો અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નાખ્યા, પીએમ મોદીએ નવી ઘોષણા પણ કરી
ગરીબો અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નાખ્યા, પીએમ મોદીએ નવી ઘોષણા પણ કરી
કોરોના વૈશ્વિક મહામારી વિરુદ્ધ લડતા લડતા હવે આપણે અનલૉક 2માં પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણે એ મોસમમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ જ્યાં શરદી, ઉધરસ, તાવ વગેરે જેવી બીમારીઓ વધી જાય છે એવામાં તમને બધા દેશવાસીઓને મારી પ્રાર્થના છે કે આવા સમયે તમારું ધ્યાન રાખો. જો કોરોનાથી થતા મૃત્યુ દરને જોઇએ તો દુનિયાના અનેક દેશોની સરખામણીએ ભારત સંભાળેલી સ્થિતિમાં છે. દેશમા જ્યારથી અનલૉક 1 થયું છે ત્યારથી વ્યક્તિગત અને સામાજિક રીતે લાપરવાહી વધવા લાગી છે.

પહેલા આપણે માસ્કને લઇ, 2 મીટરની દૂરીને લઇ, 20 સેકન્ડ સુધી હાથ ધોવાને લઇ આપણે બહુ સતર્ક હતા પરંતુ આજ જ્યારે બહુ વધુ જરૂરી છે ત્યારે લાપરવાહી વધવી બહુ ચિંતાની વાત છે. લૉકડાઉન દરમિયાન ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવ્યું, હવે સરકારોએ, સ્થાનિક કોર્પોરેશનની સંસ્થાઓએ, દેશના નાગરીકોએ ફરીથી એવા પ્રકારની જ સતર્કતા દાખવવાની જરૂર છે. ખાસ કરીને કંટેનમેન્ટ ઝોનમાં ધ્યાન આપવું પડશે. જે કોઇપણ લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા તેમને આપણે ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પડશે.
ગત ત્રણ મહિનામાં 20 કરોડ ગરીબો જનધન ખાતામાં સીધા 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. આ દરમિયાન 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18000 કરોડ રૂપિયા જમા થયા છે. આની સાથે જ ગામડાઓમાં શ્રમિકોને રોજગાર આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવ્યું છે. આના પર સરકાર 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. પરંતુ વધુ એક મોટી વાત છે જેણે દુનિયાને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે કે, કોરોનાથી લડતાં ભારતમાં 80 કરોડથી વધુ લોકોને ત્રણ મહિનાનું રાશન મફતમાં આપવામા આવ્યું છે.
પીએમ મોદીએ વધુ એક ઘોષણા કરતા કહ્યું કે આપણે ત્યાં વર્ષા ઋતુ દરમિયાન અને તે બાદ મુખ્યરૂપે ખેતી ક્ષેત્રમા જ વધુ કામ હોય છે, અન્ય બીજા ક્ષેત્રોમાં થોડી ચૂસ્તી રહે છે. જુલાઇથી તહેવારોનો પણ માહોલ બનવા લાગે છે, તે બધાને ધ્યાનમા રાખીને ફેસલો લેવામાં આવ્યો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હવે દિવાળી સુધી લાગૂ રહેશે. આ પાંચ મહિના માટે સરકાર દ્વારા 80 કરોડ ગરીબ બાઇ બહેનોને 5 કિલો ઘઉં કે 5 કિલો ચોખા મફતમાં ઉપલબ્ધ કરાવવામા આવશે. સાથે જ દરેક પરિવારને દર મહિને એક કિલો ચણા પણ મફત આપવામાં આવશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના આ વિસ્તરણમાં 90 હજાર કરોડથી વધુ ખર્ચ થશે. જો આમા પાછલા ત્રણ મહિનાનો ખર્ચ જોડી દઇએ તો આ દોઢ લાખ કરોડ રૂપિયા થઇ જાય છે. સાથે જ નાગરિકોને અપીલ કરી કે તમે લાપરવાહી ના વરતો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં વન નેશન વન રાશન કાર્ડનો પણ ઉલ્લેખ કર્યો.












Click it and Unblock the Notifications
