બહરાઇચમાં પીએમ મોદીએ મોબાઇલ ફોનથી જનસભા સંબોધી, નોટબંધી મુદ્દે વિપક્ષની કાઢી ઝાટકણી

Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશના બહરાઇચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત રેલી હવામાનની ભેટ ચડી ગઇ. ખરાબ હવામાનને કારણે પ્રધાનમંત્રીએ અહીં જનસભાને મોબાઇલ ફોનથી સંબોધિત કરી.

modi

ગુંડાગીરીને સુરક્ષા આપી રહી છે સરકાર

પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં કહ્યુ કે પહેલી વાર ભ્રષ્ટાચાર સામે અમે જે લડાઇ લડી રહ્યા છે તેમાં સપા અને બસપા અમારી સાથે નથી અને અમારા નિર્ણયનો વિરોધ કરી રહી છે. પીએમએ કહ્યુ કે ઉત્તરપ્રદેશમાં લોકો ગુંડાગીરીથી પરેશાન છે, સમાચારો છે કે સત્તા પક્ષના લોકો પણ આ ગુંડાગીરીને સુરક્ષા આપે છે.

અમે તમારા સપના પૂરા કરીશુ

પીએમ મોદીએ કહ્યુ કે હું તમને વિશ્વાસ આપુ છુ કે ભાજપ તમારા સપનાને પૂરા કરવામાં તમને પૂરેપૂરો સાથ આપશે. સંસદમાં વિપક્ષના ભારે હોબાળાની પણ તેમણે ટીકા કરી અને કહ્યુ કે અમે ચર્ચા માટે તૈયાર છીએ પરંતુ વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યો છે.

યુપીમાં 5 રેલીઓને સંબોધિત કરી

તમને જણાવી દઇએ કે આવતા વર્ષની શરુઆતમાં યુપીમાં ચૂંટણી થવાની છે. જેના અનુસંધાનમાં પીએમની આજે પાંચમી રેલી હતી. આ પહેલા પીએમએ 14 નવેમ્બરે ગાઝીપુર, 20 નવેમ્બરે કુશીનગર, 27 નવેમ્બરે મુરાદાબાદ અને 3 ડિસેમ્બરે પરિવર્તન રેલીને સંબોધી હતી. પ્રધાનમંત્રી મોદી 19 ડિસેમ્બરે કાનપુરમાં પણ રેલીને સબોધિત કરશે. પીએમ મોદી અહીં પોતાની લકી ખુરશી પર પણ બેસશે.

પીએમની સુરક્ષા માટે જબરદસ્ત વ્યવસ્થા

પીએમ મોદીની બહરાઇચની રેલી પહેલા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી, નેપાળ સીમા નજીક હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થા ઘણી જ કડક બનાવવામાં આવી હતી. જેમાં અર્ધસૈનિક બળ, પીએસી અને સ્થાનિક પોલિસને તૈનાત કરવામાં આવી હતી.

English summary
PM Modi addresses rally in Bahraich through Mobile phone due to bad weather. PM Takes on opposition over the protest against demonetisation.
Please Wait while comments are loading...