PM મોદી ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે આજે કરશે સર્વપક્ષીય બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન સાથે તણાવના કારણે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
ભારત-ચીન વચ્ચે સીમા વિવાદના કારણે દેશના 20 વીર જવાન વીરગતિ પામ્યા. જવાનોની મોત બાદ આખા દેશમાં લોકોની અંદર ગુસ્સો છે. વિપક્ષે પણ આના માટે સરકારને ઘેરી છે અને આકરા સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન સાથે તણાવના કારણે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઘણા રાજકીય પક્ષોના અધ્યક્ષ શામેલ થશે. માહિતી મુજબ આ બેઠકમાં વર્તમાન ભારત-ચીન સીમાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. સાંજે પાંચ વાગે આ બેઠક બોલાવવામાં આવી છે કે જે વર્ચ્યુઅલ વીડિયો કૉન્ફકરન્સિંગ દ્વારા હશે.

આજે થનારી આ બેઠકમાં અમુક રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યુ નથી જેના કારણે વિવાદ થઈ ગયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથા સિંહે ખુદ ફોન કરીને વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી છે. માહિતી અનુસાર આજે થનાર સર્વપક્ષીય બેઠકમાં 16 પક્ષોના પ્રમુખ શામેલ થઈ શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે સોનિયા ગાંધી, એમકે સ્ટાલિન, ચંદ્રબાબુ નાયડૂ, જગન રેડ્ડી, શરદ પવાર, નીતિશ કુમાર, ડી રાજા, સીતારામ યેચુરી, નવીન પટનાયક, કે ચંદ્રશેખર, મમતા બેનર્જી, સુખબીર સિંહ બાદલ, ચિરાગ પાસવાન, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, હેમંત સોરેન આ બેઠકમાં ભાગ લઈ શકે છે.
આ બેઠકમાં અમુક પક્ષોને ન બોલાવાના કારણે વિવાદ થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના ચાર સાંસદ છે પરંતુ તેમને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા નથી. વળી, રાષ્ટ્રીય જનતા દળને પણ આ બેઠકમાં બોલાવ્યા નથી જેના કારણે તેજસ્વી યાદવે સવાલ ઉઠાવ્યા છે. સૂત્રોની માનીએ તો જે પક્ષોના પાંચ કે તેથી વધુ સાંસદ છે તેમના આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે પરંતુ ટીડીપીના પણ ચાંર સાંસદ છે અને તેમની પાર્ટીના પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
