For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં આજે તાબડતોબ રેલીઓ કરશે પીએમ મોદી-અમિત શાહ

આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઘણી ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ચાર તબક્કાનુ મતદાન પૂરુ થઈ ચૂક્યુ છે. હવે 17 એપ્રિલે પાંચમાં તબક્કા હેઠળ રાજ્યની 45 વિધાનસભા સીટો પર મતદાન થવાનુ છે. પાંચમાં તબક્કા માટે જનતાને રિઝવવા માટે તમામ પાર્ટીઓએ કમર કસી લીધી છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપ તેમજ તમામ દળોના પાંચ મોટા નેતા ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઘણી ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.

modi-shah

પશ્ચિમ બંગાળમાં હજુ ચાર તબક્કાની ચૂંટણી બાકી છે જે કોઈ પણ પાર્ટીનુ નસીબ બદલી શકે છે. માટે બધી પાર્ટીઓ આ બાકી બચેલા તબક્કામાં જનતાને આકર્ષિત કરવા માટે દરેક પ્રકારની રીતો અપનાવી રહી છે. ભાજપ નેતા અમિત શાહે રવિવારે પણ બંગાળમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં તેમણે ટીએમસી નેતા મમતા બેનર્જી પર જનતાને કેન્દ્રીય સુરક્ષાબળો સામે ભડકાવવા અને તુષ્ટીકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. વળી, મમતા બેનર્જીએ પણ કૂચ બિહારની ઘટના માટે અમિત શાહને જવાબદાર ગણાવ્યા.

તમને જણાવી દઈએ કે કૂચ બિહારની સીતલકૂચીમાં એક મતદાન કેન્દ્ર પર સીઆરપીએફના ગોળીબારમાં 4 લોકોના મોત થઈ ગયા હતા જેને સેનાએ કહ્યુ હતુ કે તેમણે આત્મરક્ષા માટે ગોળી ચલાવી. જ્યારે મમતાએ આ વાતને ફગાવીને કહ્યુ કે તેમની સરકાર આ ઘટનાની સીબીઆઈ તપાસ કરાવશે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં પાંચમાં તબક્કા ઉપરાંત છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલે વિધાનસભાની 43 સીટો પર વોટિંગ થવાનુ છે. વળી, 26 એપ્રિલે સાતમાં તબક્કા હેઠળ 35 સીટો પર જ્યારે આઠમાં અને અંતિમ તબક્કામાં 29 એપ્રિલે બંગાળની 35 વિધાનસભા સીટો પર મત આપવામાં આવી રહ્યા છે. વળી, ચૂંટણીના પરિણામો 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

મુંબઈના ડૉક્ટરે વેક્સીન અને દવાઓ માટે માંગી ભીખમુંબઈના ડૉક્ટરે વેક્સીન અને દવાઓ માટે માંગી ભીખ

English summary
PM Modi-Amit Shah to hold rallies in the electoral state of West Bengal today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X