For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા તબક્કામાં PM અને મુખ્યમંત્રીઓને મૂકાશે કોરોનાની રસી, જનતાને મજબૂત સંદેશ આપશે સરકાર

બીજા તબક્કાનુ રસીકરણ અભિયાન શરૂ થશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ રસી મૂકવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નવુ વર્ષ ભારતના લોકો માટે નવી આશાઓ લઈને આવ્યુ, જ્યાં 16 જાન્યુઆરીથી કોરોના વાયરસ સામે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન શરૂ થઈ ગયુ. આ અભિયાનના પહેલા તબક્કામાં આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને સીરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકની રસી આપવામાં આવી રહી હતી. ત્યારબાદ બીજા તબક્કાનુ રસીકરણ અભિયાન શરૂ થશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ રસી મૂકવામાં આવશે.

pm modi

વાસ્તવમાં રસીકરણની શરૂઆતથી જ આ સવાલ ઉઠી રહ્યા હતા કે પીએમ, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને અન્ય મોટા નેતા કોરોનાની રસી કેમ નથી લઈ રહ્યા. અમુક લોકો અફવાઓ પણ ફેલાવી રહ્યા હતા કે રસી વધુ સુરક્ષિત નથી. જેના કારણે નેતાઓ આને લેવાનુ ટાળી રહ્યા છે. સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર આ ભ્રમને દૂર કરવા માંગે છે. જેના કારણે પીએમ મોદી ખુદ વેક્સીન લેશે. સાથે જ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. વર્તમાન સમયમાં લોકસભામાં 300થી વધુ અને રાજ્યસભામાં 200થી વધુ સાંસદ 50 વર્ષથી ઉંમર પાર કરી ચૂક્યા છે. એવામાં તેમને પણ રસી મૂકાશે. આનાથી જનતા વચ્ચે વેક્સીન સુરક્ષિત હોવાનો મજબૂત સંદેશ જશે.

વળી, વેક્સીન વિશે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી ત્યારે પણ પીએમે કહ્યુ હતુ કે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. બીજા ફેઝમાં એ બધાને રસી મૂકાઈ જશે જે 50 વર્ષથી ઉપરના છે. જો કે હજુ એ નક્કી નથી કે બીજો તબક્કો ક્યારે શરૂ થશે અને આ અંગે કોઈ ગાઈડલાઈન પણ નક્કી થઈ નથી. સૂત્રો મુજબ જે નેતાઓની ઉંમર 80થી ઉપર છે તેમનુ પણ ખાસ ધ્યાન રાખવામાં આવી શકે છે. જેમાં બે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને એચડી દેવગૌડાનુ નામ શામેલ છે.

એપ્રિલમાં બીજો તબક્કો શરૂ થવાની આશા

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ પહેલા તબક્કામાં ઝડપથી આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સનુ રસીકરણ થઈ રહ્યુ છે. જે હેઠળ છેલ્લા પાંચ દિવસોમાં 7.86 લાખ લોકોને રસી મૂકાઈ છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા અમુક રાજયોમાં તો અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે પરંતુ દિલ્લ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓને વેક્સીન મળી શકી નથી. એવામાં તેમનુ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યુ છે. આશા છે કે બીજો તબક્કો એપ્રિલમાં શરૂ થઈ જશે.

અર્નબની મુશ્કેલીઓ વધી, સીક્રેટ એક્ટ હેઠળ પણ થઈ શકે કાર્યવાહીઅર્નબની મુશ્કેલીઓ વધી, સીક્રેટ એક્ટ હેઠળ પણ થઈ શકે કાર્યવાહી

English summary
PM Modi and all state cm likely to be vaccinated for corona in 2nd round.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X