Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jammu and Kashmir assembly election 2024: PM મોદી અને અમિત શાહે જમ્મુ કાશ્મીરની જનતાને કરી આ અપીલ

Jammu and Kashmir assembly election 2024: જમ્મુ-કાશ્મીરમાં આજે બીજા તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરના રોજ 24 બેઠકો માટે મતદાન થયું હતું. બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરના રોજ 26 બેઠકો માટે મતદાન થશે.

જે બાદ ત્રીજા તબક્કામાં 40 બેઠકો માટે 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ઓક્ટોબરના રોજ જાહેર થશે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે આજે બીજા તબક્કાનું મતદાન છે, આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને લોકશાહીના મહા પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આજે બીજા તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં છ જિલ્લામાં મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ગાંદરબલ, બડગામ, રિયાસી, રાજૌરી, પૂંચ, શ્રીનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

Jammu and Kashmir assembly election 2024

જમ્મુ કાશ્મીરમાં યોજાઈ રહેલા મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, આજે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા રાઉન્ડ માટે વોટિંગ છે. હું તમામ મતદારોને અપીલ કરું છું કે તેઓ પોતાનો મત આપે અને લોકશાહીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે. આ પ્રસંગે, હું સૌ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા તમામ યુવા મિત્રોને અભિનંદન આપું છું!

ગૃહમંત્રી અમિત શાહે પણ લોકોને ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, હું જમ્મુ-કાશ્મીરના બીજા તબક્કામાં મતદાન કરવા જઈ રહેલા તમામ મતદારોને આતંકવાદ મુક્ત અને વિકસિત જમ્મુ-કાશ્મીરના નિર્માણ માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું.

ઉલ્લેખનીય છે કે, આજે ખીણમાં બીજા તબક્કામાં કુલ 93 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં બડગામમાં 46, રાજૌરીમાં 34, પુંછમાં 25, ગાંદરબલમાં 21 અને રિયાસીમાં 20 ઉમેદવારો મેદાનમાં છે.

બીજા તબક્કામાં શ્રીનગર, હઝરતબલ, ખાનયાર, હબકદલ, ઝાડીબલ, લાલ ચોક, સેન્ટર શાલટેંગ, ઈદગાહની બેઠકો આવે છે. જ્યારે બડગામ, બીરવાહ, ખાન સાહિબ, ચરાર-એ-શરીફ, ચદૂરામાં બેઠકો આવે છે.

જ્યારે ગાંદરબલમાં કંગન અને ગાંદરબલ બેઠકો આવે છે. આ તમામ બેઠકો પર આજે થનાર મતદાન પર સૌની નજર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X