પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી

નવી દિલ્હીઃ પીએમ મોદીએ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રન્પ સાથે સોમવારે ટેલિફોનિક વાત કરી. આ વાતચીત લગભગ 30 મિનિટ સુધી ચાલી. બંને વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને આંતરીક સહયોગને લઈ ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સાથે ચાલી રહેલ તણાવની વચ્ચે આ વાતચીત થઈ છે. ભારતે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન અકળાયું છે. તે આ મુદ્દાને યૂએન સુધી લઈ ગયું. જો કે તેમાં પણ પાકિસ્તાનને હાથે માત્ર નિષ્ફળતા જ સાંપડી.

ટ્રમ્પ અને મોદી વચ્ચે ફોનમાં વાતચીત

ટ્રમ્પ અને મોદી વચ્ચે ફોનમાં વાતચીત

સરકારે જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે ગર્મજોશી ભરી અને સૌહાર્દપૂર્ણ રીતે વાતચીત થઈ છે. આ વાતચીતમાં દ્વિપક્ષીય, ક્ષેત્રીય મામલા પણ સામેલ હતા. પીએમ મોદીએ આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક નેતાઓ દ્વારા ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો કરવામાં આવી રહ્યાં છે, જે ક્ષેત્રીય શાંતિ માટે લાભકારી નથી. આ દરમિયાન પીએમ મોદીએ આતંકવાદ અને હિંસા મુક્ત માહોલ બનાવવા અને સીમાપારથી આતંકવાદ પર રોક લગાવવાના મહત્વને પણ રેખાંકિત કર્યું.

ઈમરાન ખાને પણ કરી હતી વાત

ઉલ્લેખનીય છે કે શનિવારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલીફોનિક વાત 20 મિનિટ સુધી કરી હતી. જાણકારી મુજબ ઈમરાન ખાને કાશ્મમીર મુદ્દા પર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી. ઈમરાન ખાન અમેરિકાથી કાશ્મીર મામલે મધ્યસ્થી ઈચ્છે છે. જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી મુજબ પાકિસ્તાન માત્ર અમેરિકા જ નહિ બલકે અન્ય કેટલાય દેશોના સંપર્કમાં છે અને આ મામલે વૈશ્વિક સમર્થનની કોશિશ કરી રહ્યું છે.

અનુચ્છેદ 370 હટતાં પાકિસ્તાન અકળાયું

અનુચ્છેદ 370 હટતાં પાકિસ્તાન અકળાયું

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370ને ખતમ કરવાનું એલાન 5 ઓગસ્ટે કર્યું હતું. અમિત શાહે સૌથી પહેલા રાજ્યસભામાં આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે હવે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાની સાથે જ તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે. આ બે પ્રદેશ મ્મુ-કાશ્મીર અને લદ્દાખ હશે. લદ્દાખને વિધાનસભા નહિ મળે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે. આ ફેસલા બાદ સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેટલાય પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X