વિધાનસભા ચૂંટણીઃ આસામમાં આજે PM મોદી અને રાહુલ ગાંધી સામ-સામે પ્રધાનમંત્રી બંગાળના ખડગપુરમાં પણ કરશે રેલી
આસામમાં આજે એક તરફ જ્યાં પીએમ નરેન્દ્ર મોદી વિપક્ષ પર નિશાન સાધશે ત્યાં બીજી તરફ રાહુલ ગાંધી ભાજપ પર હુમલો કરશે.
ગુવાહાટીઃ આસામ અને પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરવામાં લાગી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે એટલે કે આજે(20 માર્ચ) અને રવિવારે(21 માર્ચ) આસામ અને પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસે રહેશે. પીએમ નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના ખડગપુર અને આસામના છાબુઆમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. વળી, બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધી પણ આજે આસામમાં જ હશે. રાહુલ ગાંધી 19 માર્ચ અને શનિવાર એટલે કે આજે 20 માર્ચે આસામના પ્રવાસે છે. આજે આસામમાં રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના રાજ્યનુ ઘોષણાપત્ર પણ જાહેર કરી શકે છે. આસામમાં આજે એક તરફ જ્યાં પીએમ નરેન્દ્ર મોદી વિપક્ષ પર નિશાન સાધશે ત્યાં બીજી તરફ રાહુલ ગાંધી ભાજપ પર હુમલો કરશે. આસામની ચૂંટણીમાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળ નાગરિકતા સુધારા કાયદા(સીએએ)ને ચૂંટણી મુદ્દો બનાવવામાં લાગ્યા છે.

ભાજપના વિકાસ એજન્ડા વિશે હું જનતાને જણાવીશઃ પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના બંગાળ અને આસામના પ્રવાસ પહેલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંને રાજ્યોમાં એનડીએની જીત થશે કારણકે જનતા ઈચ્છે છે કે એનડીએ બંને રાજ્યોમાં સત્તામાં આવે. પીએમ નરેન્દ્ર મોદીએ ખુદ ટ્વિટ કરીને માહિતી આપી છે કે તે પશ્ચિમ બંગાળના ખડગપુર અને આસામના છબુઆમાં રેલી કરશે. આ ઉપરાંત ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યુ કે રેલી દરમિયાન ભાજપના વિકાસ એજન્ડા વિશે બંને રાજ્યોની જનતાને જણાવીશ. એ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે બંને રાજ્ય આવનારી વિધાનસભા ચૂંટણીમાં એનડીએને જીતાડવા માંગે છે.

રાહુલ ગાંધીનો આજે આસામનો કાર્યક્રમ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે શનિવારે આસામના તિનસુકિયામાં આઈઓસી રિફાઈનરીમાં કર્મચારીઓ સાથએ વાતચીત કરશે. તે બાદ જોરહાટ અને બિશ્વનાથમાં બે જનસભાઓને સંબોધિત કરશે. શુક્રવારે(18 માર્ચ) રાહુલ ગાંધીએ ડિબ્રૂગઢમાં એક કૉલેજમાં છાત્રો સાથે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યુ હતુ.

મમતા બેનર્જી હલ્દિયામાં કરશે ચૂંટણી સભા
શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી હલ્દિયામાં રેલમાં ભાગ લઈ શકે છે. શનિવારે બપોરે 12 વાગે મમતા બેનર્જી હલ્દિયામાં રેલી કરશે. ત્યારબાદ એક વાગે સીએમ મમતા બેનર્જી ખેજૂરીમાં જનસભાને સંબોધિત કરશે. વળી, 2 વાગે મેચોગ્રામમાં મમતા બેનર્જી રેલી કરશે. આજે મમતા બેનર્જી કુલ ત્રણ રેલીઓ કરવાના છે.












Click it and Unblock the Notifications
