For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિપક્ષ પર મોદીનો પ્રહાર- યુપીમાં ડબલ-ડબલ યુવરાજનું થયુ્ં તે બિહારમાં પણ થશે

વિપક્ષ પર મોદીનો પ્રહાર- યુપીમાં ડબલ-ડબલ યુવરાજનું થયુ્ં તે બિહારમાં પણ થશે

|
Google Oneindia Gujarati News

છપરાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિહારના છપરા જિલ્લા પહોંચી ગયા ચે અને અહીં ભોજપુરીમાં જનસભાને સંબોધિત કરી. પીએમ મોદીએ ભોજપુરીમાં મહાગઠબંધન પર જોરદાર હુમલો બોલ્યો. તેમણે કહ્યું કે, અહીં ડબલ- ડબલ યુવરાજ છે, જે બંને હાથ હલાવી રહ્યા છે. કહ્યું કે બિહાર આવી એક યુવરાજે જંગલરાજના યુવરાજ સાથે હાથ મિલાવી લીધા છે. આ ડબલ યુવરાજ બિહારની જનતા વિશે ના વિચારી શકે. તેમણે કહ્યું કે યુપીમાં પણ જનતાએ ડબલ યુવરાજને ઓળખી લીધા હતા, તેઓ યુપીમાં ફેલ થયા અને હવે બિહારમાં પણ ફેલ થશે.

છપરામાં પીએમ મોદીની રેલી

છપરામાં પીએમ મોદીની રેલી

છપરામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે છપરાની ભીડને જોઈ અંદાજો લગાવી લીધો કે બિહારમાં એનડીએની સરકાર બનશે. તેમણે કહ્યું કે એનડીએની ચૂંટણી જનસભામાં ભીડ જોઈ વિપક્ષી દલોના લોકો હાફળા ફાફળા થઈ ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ માટે એનડીએ માટે તમારો આ પ્રેમ કેટલાક લોકોને ખટકી રહ્યો છે. જેની નજર હંમેશાથી ગરીબના પૈસા પર હોય, તેને ક્યારેય ગરીબના દુખ, તેની તકલીફ નથી દેખાતી. જ્યારે ભાજપના નેતૃત્વમાં એનડીએનું અમારું ગઠબંધન દેશના ગરીબના જીવનથી, બિહારના ગરીબના જીવનથી મુશ્કેલીઓ ઘટાડી રહ્યા છે.

નીતિશ કુમારની આગેવાનીમાં એનડીએની સરકાર બનશે

નીતિશ કુમારની આગેવાનીમાં એનડીએની સરકાર બનશે

પીએમ મોદીએ કહ્યું કે પહેલા તબક્કામાં લોકોએ ખુબ મતદાન કર્યું. પહેલા તબક્કાના મતદાનનું જે વિશ્લેષણ કરવામાં આવ્યું તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નીતિશ કુમારના નેતૃત્વમાં બીજીવાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં એક તરફ વિકાસનું ડબલ એન્જીન છે તો બીજી તરફ ડબલ ડબલ યુવરાજ છે. જેમાનો એક ડબલ યુવરાજ તો જંગલરાજનો યુવરાજ છે. પીએમ મોદીએ કહ્યું કે ડબલ એન્જીનવાળી એનડીએ સરકાર બિહારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તો આ ડબલ ડબલ યુવરાજ તો પોતપોતાના સિંહાસન બચાવવાની લડાઈ લડી રહ્યા છે.

ડબલ ડબલ યુવરાજને બિહારની ચિંતા નથી

ડબલ ડબલ યુવરાજને બિહારની ચિંતા નથી

આ ડબલ યુવરાજ બિહાર માટે વિચારી નથી શકતા, બિહારની જનતા માટે વિચારી નથી શકતા. તેમણે કહ્યું કે યુપીમાં એકવાર ડબલ યુવરાજ કાળો કોટ પહેરી બસની ઉપર ચઢી લોકો સામે હાથ હલાવી રહ્યા હતા. યુપીની જનતાએ ત્યાં તેમને ઘરભેગા કરી દીધા હતા. ત્યાંના એક યુવરાજ હવે જંગલરાજના યુવરાજ સાથે મળી ગયા છે. યુપીમાં જે ડબલ ડબલ યુવરાજનું થયું તેવું જ બિહારમાં પણ થશે. આ દરમ્યાન પીએમ મોદીએ છઠ પર્વની ચર્ચા કરતાં બિહારની મહિલાઓને સંબોધિત કરી.

માં તું છઠની તૈયારી કર તારો દીકરો દિલ્હી બેઠો છે

માં તું છઠની તૈયારી કર તારો દીકરો દિલ્હી બેઠો છે

પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં આજે કોઈ એવો નથી જેને મહામારીએ અસરગ્રસ્ત ના કર્યો હોય. એનડીએની સરકારે કોરોનાની શરૂઆતથી જ સંકટકાળમાં દેશના ગરીબ, બિહારના ગરીબ સાથે ઉભી રહે તેવા પ્રયાસો કર્યા. ગરીબોને મફત અનાજ આપી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં છઠ પુજા કેવી રીતે મનાવશું તેની કોઈ માએ ચિંતા કરવાની જરૂરત નથી. અરે મારી માં! તમે તમારા દીકરાને દિલ્હીમાં બેસાડ્યો છે, તો શું તે છઠની ચિંતા નહિ કરે! માં! તમે છઠની તૈયારી કરો, દિલ્હીમાં તમારો દીકરો બેઠો છે.

લાલૂના ગઢથી પીએમ મોદી આજે રેલીઓની શરૂઆત કરશેલાલૂના ગઢથી પીએમ મોદી આજે રેલીઓની શરૂઆત કરશે

English summary
Modi's attack on Opposition: Double-double Yuvraj in bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X