For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારંભમાં આજે શામેલ થશે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવાર(22 ડિસેમ્બર) અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી શતાબ્દી સમારંભ અને દીક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે શામેલ થશે.

|
Google Oneindia Gujarati News

PM Narendra Modi In Aligarh Muslim University (AMU) today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવાર(22 ડિસેમ્બર) અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી શતાબ્દી સમારંભ અને દીક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે શામેલ થશે. પીએમ મોદી આ કાર્યક્રમમાં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લેશે અને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ ઑનલાઈન ભાગ લશે. આ એક ઐતિહાસિક મોકો હશે જ્યારે પીએમ મોદી AMUના કોઈ કાર્યક્રમમાં શામેલ થશે.

pm modi

1964માં લાલ બહાદૂર શાસ્ત્રીએ AMUને કરી હતી સંબોધિત

આવુ પહેલી વાર થશે જ્યારે પાંચ દશકથી પણ વધુ સમયમાં દેશમાં કોઈ પ્રધાનમંત્રી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કાર્યક્રમમાં શામેલ થશે. 1964 બાદ આવુ પહેલી વાર થશે કે કોઈ પ્રધાનમંત્રી અલીગઢ યુનિવર્સિટીના કાર્યક્રમને સંબોધિત કરવાના છે. પીએમ મોદીથી પહેલા 1964માં તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીએ એએમયુના દીક્ષાંત સમારંભને સંબોધિત કર્યો હતો.

પીએમ મોદી જારી કરશે ટપાલ ટિકિટ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ પોતાના એક અધિકૃત નિવેદનમાં કહ્યુ છે કે આ ખાસ પ્રસંગને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે પીએમ નરેન્દ્ર મોદી એક વિશેષ ટપાલ ટિકિટ પણ જારી કરશે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર તારિક મંસૂરે પીએમ મોદીનો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે શતાબ્દી સમારંભમાં શામેલ થવાની તેમની સ્વીકૃતિ માટે વિશ્વવિદ્યાલય તેમના પ્રત્યે કૃતજ્ઞ છે.

પીએમ મોદીના કાર્યક્રમની માહિતી

AMUમાં આ કાર્યક્રમ વિશ્વવિદ્યાલયના 100 વર્ષ પૂરા થવા પર થઈ રહ્યુ છે. AMUમાં આજે સવારે 10 વાગે વર્ચ્યુઅલ રેલી થશે જેમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમને સંબોધિત કરશે. AMU પરિસરમાં પીએમ મોદીના બેનર અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બહાર પણ પીએમ મોદીના પોસ્ટર અને બેનર છે. વળી, AMU કેમ્પસની બહાર સુરક્ષા વ્યવસ્થા એલર્ટ કરી દેવામાં આવી છે.

English summary
PM Modi attend centenary celebrations of the Aligarh Muslim University (AMU) today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X