• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ નીતિ આયોગની બેઠકમાં કહ્યુ - બજેટે બતાવી દીધુ કે 'મૂડ ઑફ ધ નેશન' શું છે

|
Google Oneindia Gujarati News

PM Narendra Modi to chair meeting of NITI Aayog: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (શનિવાર 20 ફેબ્રુઆરી) દિલ્લીમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વરા નીતિ આયોગની છઠ્ઠી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકની શરૂઆતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ પર વાત કરીને કહ્યુ કે આપણે કોરોના કાળખંડમાં જોયુ કે કેવી રીતે રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને દેશ માટે કામ કર્યુ જેમાં દેશ સફળ થયો. દુનિયામાં ભારતની એક સારી છબીનુ નિર્માણ થયુ. પીએમ મોદીએ બજેટ 2021 પર કહ્યુ કે આ વર્ષના બજેટ પર જે રીતની સકારાત્મક પ્રતિક્રિયા આવી તેણે જતાવી દીધુ કે 'મૂડ ઑફ ધ નેશન' શું છે. દેશ મન બનાવી ચૂક્યો છે, જેશ હવે તેજીથી માત્ર આગળ વધવા માંગે છે, દેશ હવે સમય ગુમાવવા નથી માંગતો, દેશનુ મન બનાવવામાં યુવાનો બહુ મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે.

જાણો પીએમ મોદીએ નીતિ આયોગની બેઠકમાં શું કહ્યુ?

  • પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, આપણે એ પણ જોઈ રહ્યા છે કે કેવી રીતે દેશનુ પ્રાઈવેટ સેક્ટર દેશની આ વિકાસ યાત્રામાં વધુ ઉત્સાહથી આગળ આવી રહ્યુ છે. દેશની સરકાર હોવાના નાતે અમારે આ ઉત્સાહનુ, પ્રાઈવેટ સેક્ટરની ઉર્જાનુ સમ્માન પણ કરવાનુ છે અને તેને આત્મનિર્ભર ભારત અભિયાનમાં એટલો જ અવસર પણ આપવાનો છે.
  • પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આત્મનિર્ભર ભારત અભિયાન એક એવા ભારતના નિર્માણનો માર્ગ છે જે માત્ર આપણી જરૂરિયાતો જ નહિ પરંતુ વિશ્વ માટે પણ ઉત્પાદન કરશે અને આ ઉત્પાદન વિશ્વ શ્રેષ્ઠતાની કસોટી પર પણ ખરુ ઉતરશે.
  • પીએમ મોદીએ કહ્યુ, કેન્દ્ર સરકારના વિવિધ સેક્ટર્સ માટે પીએલઆઈ સ્કીમ શરૂ કરી છે. આ દેશમાં મેન્યુફેક્ચરીંગ વધારવાનો શ્રેષ્ટ મોકો છે. રાજ્યોએ પણ આ સ્કીમનો પૂરો લાભ લઈને પોતાને ત્યાં વધુને વધુ રોકાણ આકર્ષિત કરવુ જોઈએ.
  • પીએમ મોદીએ કહ્યુ કે, છેલ્લા અમુક વર્ષોમાં કૃષિથી લઈને પશુપાલન અને મત્સ્યપાલન સુધી માટે એક વ્યાપક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે. આનુ પરિણામ છે કે કોરોનાના દોરમાં પણ દેશની કૃષિ નિકાસમાં વધારો થયો છે.
  • પીએમ મોદીએ કહ્યુ, 2014 બાદથી ગામ અને શહેરોમાં કુલ મળીને 2 કરોડ 40 લાખથી વધુ ઘરોનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. દેશના 6 શહેરોમાં આધુનિક ટેકનિકથી ઘર બનાવાનુ એક અભિયાન ચાલી રહ્યુ છે. એક મહિનામાં નવી ટેકનિકથી સારા ઘર બનાવવા માટે નવા મૉડલ તૈયાર થશે.

બેઠકમાં શામેલ ન થયા સીએમ અમરિંદર સિંહ, મમતા બેનર્જી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી નીતિ પંચની બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી શામેલ ન થયા. પીટીઆઈ-ભાષા મુજબ કેપ્ટન અમરિંદર સિંહ અસ્વસ્થ છે. તેમની જગ્યાએ બેઠકમાં રાજ્ય નાણામંત્રી મનપ્રીત સિંહ ભાગ લીધો.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ આ બેઠકમાં શામેલ ન થયા. તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ હતુ કે મમતા બેનર્જી 20 ફેબ્રુઆરીએ થનારા નીતિ પંચની બેઠકમાં શામેલ નહિ થાય. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મમતા બેનર્જી નીતિ પંચની બેઠકોમાં શામેલ નહોતા થયા. મમતા બેનર્જીનુ કહેવુ છે કે નીતિ પંચ પાસે કોઈ નાણાકીય શક્તિઓ નથી અને તે રાજ્યની યોજનાઓમાં કોઈ મદદ નથી કરી શકતુ.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર પ્રિયંકા ગાંધીએ કર્યુ ટ્વિટપેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર પ્રિયંકા ગાંધીએ કર્યુ ટ્વિટ

English summary
PM Modi chaired 6th Governing Council meeting NITI Aayog today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X