For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં ભાજપા નેતાની હત્યા, પીએમ મોદીએ તેની નિંદા કરી

જમ્મુ કાશ્મીરમાં અનંતનાગમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા ગુલ મોહમ્મદ મીરની હત્યા કરવામાં આવી છે, તેના પર પીએમ મોદીએ દુઃખ વ્યકત કર્યું છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં અનંતનાગમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા ગુલ મોહમ્મદ મીરની હત્યા કરવામાં આવી છે, તેના પર પીએમ મોદીએ દુઃખ વ્યકત કર્યું છે. પીએમ મોદીએ તેની નિંદા કરતા કહ્યું કે મોહમ્મદ મીરે જમ્મુ કાશ્મીરમાં પાર્ટીને મજબૂત કરવા માટે ઘણું યોગદાન આપ્યું હતું, જમ્મુ કાશ્મીર તેમને હંમેશા યાદ રાખશે. આપણા દેશમાં હિંસા માટે કોઈ જ જગ્યા નથી. અમે તેમના પરિવાર અને ચાહનારા લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરીયે છે.

PM Modi

આપને જણાવી દઈએ કે ભાજપા નેતા ગુલ મોહમ્મદ મીરની અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ હત્યા કરી દીધી હતી. આતંકીઓએ તેના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરી હતી. આ ઘટના પછી આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ચુકી છે. આપને જણાવી દઈએ કે મીરને આખા વિસ્તારમાં અટલના નામે ઓળખવામાં આવતો હતો, તેઓ અહીં ખુબ જ ફેમસ હતા.

આ પણ વાંચો: ગઢચિરોલી નક્સલી હુમલામાં 15 જવાન શહીદ, પીએમ મોદીએ શોક જતાવ્યો

પોલીસના એક અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મોહમ્મદ મીરને ખુબ જ નાજુક હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ઉપચાર દરમિયાન તેમની મૌત થઇ ગઈ. આતંકીઓએ મીરને ચાર ગોળીઓ મારી હતી. આ હત્યાકાંડ પછી સેનાએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે.

હુમલા સહન નહીં કરવામાં આવે

આ ઘટનાને અંઝામ આપ્યા પછી આતંકીઓ ત્યાંથી ભાગી ગયા. ઘટના પછી સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને પકડવા માટે તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મોહમ્મદ મીર અનંતનાગમાં ભાજપના મોટા નેતા હતા. જેમને પણ તેમના પર કાયરતાપૂર્વક હુમલો કર્યો છે, તેમની તેઓ નિંદા કરે છે. આ પ્રકારના હુમલા સહન નહીં કરવામાં આવે. અલ્લાહ તેમની રૂહને જન્નતમાં જગ્યા આપે.

આ પણ વાંચો: પ્રિયંકાએ ખોલ્યું રાઝ- વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી કેમ લડ્યા નહીં

English summary
PM Modi condems the killing of BJP leader Ghulam Mohammad Mir in Jammu Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X