For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગઢચિરોલી નક્સલી હુમલામાં 15 જવાન શહીદ, પીએમ મોદીએ શોક જતાવ્યો

ગઢચિરોલી નક્સલી હુમલામાં 15 જવાન શહીદ, પીએમ મોદીએ શોક જતાવ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો જેમાં 15 જવાનો શહીદ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ સી60 કમાંડોની ટૂકડીને નિશાન બનાવી હતી. પાછલા બે વર્ષમાં આ સૌથી મોટો નક્સલી હુમલો માનવામાં આવી રહ્યો છે, જ્યારે પાછલી 24 કલાકમાં આ બીજો નક્સલી હુમલો છે. થોડા દિવસો પહેલા જ આ વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓ વધી છે. ગઢચિરૌલીમાં નક્સલી હુમલાની પીએમ મોદી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને દેવેન્દ્ર ફડણવીસે નિંદા કરી છે.

અપરાધીઓને છોડવામાં નહિ આવેઃ પીએમ મોદી

અપરાધીઓને છોડવામાં નહિ આવેઃ પીએમ મોદી

પીએમ મોદીએ આ હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે તમામ બહાદુર જવાનોને સલામ કર્યું અને કહ્યું કે તેમની કુર્બાની ક્યારેય નહિ ભૂલી શકાય. પીએમ મોદીએ કહ્યું કે તેમની સંવેદનાઓ શોકાકુલ પરિવારોની સાથે છે, તેમણે કહ્યું કે હિંસાના અપરાધિઓને છોડવામાં નહિ આવે. પીએમ મોદી ઉપરાંત મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ નક્સલી હુમલાની નિંદા કરી છે.

ફડણવીસે શોક વ્યક્ત કર્યો

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ગઢચિરૌલીમાં નક્સલીઓના કાયરતપૂર્ણ હુમલામાં સી60 બળના અમારા 15 જવાન શહીદ થઈ ગયા. મારી સંવેદનાઓ શોક સંતિપ્ત પરિવારો સાથે છે. હું ડીજીપી અને ગઢિચિરૌલી એસપીના સંપર્કમાં છું. જ્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ નક્સલી હુમલાની આકરી નિંદા કરી અને મહારાષ્ટ્ર પોલીસના જવાનો પર થયેલ હુમલાનો કાયરતાપૂર્ણ ગણાવ્યું. રાજનાથ સિંહે કહ્યું કે શહીદોનું બલિદાન વ્યર્થ નહિ જાય.

24 કલાકમાં બીજો નક્સલી હુમલો

મહારાષ્ટ્ર સરકરમાં મંત્રી સુધીર મુનગાંતીવારે આશંકા જાહેર કરી છે કે પોલીસના 15 જવાન અને એક ડ્રાઈવર હુમલાનો શિકાર બન્યા. સી60 પર ઠીક એક વર્ષ બાદ આવા પ્રકારનો હુમલો થયો છે. પાછલા વર્ષે એપ્રિલમાં ગઢચિરૌલીમાં એક મોટા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ 40 નક્સલીઓને ઠાર માર્યા હતા. રાજ્યમાં આ સમયે મહારાષ્ટ્ર દિવસની તૈયારીઓ ચાલી રહી છે, એવામાં 24 કલાકમાં બીજો નક્સલી હુમલો સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કરે છે.

ગઢચિરોલીમાં નક્સલીઓએ પોલીસ પર હુમલો કર્યો, 10 જવાનો શહીદગઢચિરોલીમાં નક્સલીઓએ પોલીસ પર હુમલો કર્યો, 10 જવાનો શહીદ

English summary
gadchiroli naxal attack: pm modi and cm Devendra Fadnavis condemn this attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X