For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને ફોન પર આપ્યા અભિનંદન

પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જે બિડેનને ફોન કરીને અભિનંદન આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જે બિડેનને ફોન કરીને અભિનંદન આપ્યા છે. ખુદ પીએમ મોદીએ આ માહિતી પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી. મંગળવારે મોડી રાતે બે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે તેમણે નવનિર્વાચિત ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ અભિનંદન આપ્યા. પીએમ મોદીએ જણાવ્યુ કે અમે ભારત-અમેરિકા રણનીતિક ભાગીદારી માટે પોતાની દ્રઢ પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી અને અમારી સંયુક્ત પ્રાથમિકતાઓ અને ચિંતાઓ પર ચર્ચા કરી.

pm modi

આ સાથે જ કોવિડ-19 મહામારી, જળવાયુ પરિવર્તન અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ પર પણ વાત થઈ. પીએમ મોદીએ કહ્યુ કે કમલા હેરિસની જીત ભારતીય-અમેરિકી સમાજના સભ્યો માટે ખૂબ ગર્વ અને પ્રેરણાનો વિષય છે જે ભારત-અમેરિકા સંબંધો માટે એક જબરદસ્ત માધ્યમ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, 'મે અમેરિકાના નવા ઉપરાષ્ટ્રપતિ ઈલેક્ટ કમલા હેરિસને પણ ફોન કરીને અભિનંદન આપ્યા. તેમની સફળતા જીવંત ભારતીય-અમેરિકી સમાજના સભ્યો માટે ખૂબ ગર્વ અને પ્રેરણનો વિષય છે જે ભારત-અમેરિકા સંબંધો માટે એક જબરદસ્ત સ્ત્રોત છે. આ પહેલા જો બિડેનની જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીતની શુભકામના આપી હતી.'

તમને જણાવી દઈએ કે 3 નવેમ્બરે થયેલી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને 306 વોટ લઈને દબરદસ્ત જીત મેળવી છે. તેમના પ્રતિસ્પર્ધી અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને માત્ર 232 વોટ મળ્યા. ગયા સપ્તાહે મુખ્યધારાની મીડિયાએ બિડેનને 538 ઈલેક્ટોરલ કોલેજ વોટોમાંથી અનિવાર્ય 270થી વધુ પર જીત મેળવ્યા બાદ 77 વર્ષીય પૂર્વ ઉપરાષ્ટ્રપતિને ચૂંટણી વિજેતા ઘોષિત કરી દીધા હતા. તેમછતાં ટ્રમ્પે ચૂંટણીમાં હાર સ્વીકારવાનો ઈનકાર કરીને કહ્યુ કે તેમણે જીત મેળવી છે.

વડાપ્રધાન મોદીએ સેનાનો યૂનિફોર્મ પહેરતાં યૂથ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાવડાપ્રધાન મોદીએ સેનાનો યૂનિફોર્મ પહેરતાં યૂથ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા

English summary
PM Modi congratulate to Joe Biden, wishes Kamala Harris on phone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X