For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી, સેના જવાનો સાથે ઉજવશે દિવાળી

દેશભરમાં આજે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (નવેમ્બર 04) પ્રકાશના તહેવાર દિવાળીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશભરમાં આજે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (નવેમ્બર 04) પ્રકાશના તહેવાર દિવાળીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. દરેકને દિવાળીની શુભકામનાઓ આપતા વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી કે, આ શુભ અવસર દેશવાસીઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે.

PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં ટ્વીટ કરીને લખ્યું કે, "દિપાવલીના શુભ અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી PM નરેન્દ્ર મોદી દર વર્ષે દિવાળીની મુલાકાતે સુરક્ષા ચોકીઓ પર તૈનાત સશસ્ત્ર દળોના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરે છે.

આ દિવાળી પર વાર્ષિક પરંપરાને ચાલુ રાખતા વડાપ્રધાન મોદી ગુરુવારના રોજ ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે.

PM મોદી આજે દિવાળી પર જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) સાથે નૌશેરા સેક્ટરની મુલાકાત લેશે અને ત્યાં જવાનો સાથે દિવાળી ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લી વખત 2019માં પણ દિવાળીની ઉજવણી કરવા કાશ્મીર પહોંચ્યા હતા.

English summary
PM Narendra Modi wishes Happy Diwali to everyone on festival of light.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X