PM મોદીએ આ 6 વર્ષોમાં ઘણી ઐતિહાસિક ભૂલો સુધારીઃ અમિત શાહ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના બીજા કાર્યકાળને આજે એક વર્ષ પૂરુ થઈ ગયુ છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ઘણા ટ્વિટ કર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના બીજા કાર્યકાળને આજે એક વર્ષ પૂરુ થઈ ગયુ છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ઘણા ટ્વિટ કર્યા છે. પોતાના આ ટ્વિટમાં તેમણે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર નિશાન પણ સાધ્યુ. ગૃહમંત્રીએ ટ્વિટ કર્યુ, મોદીજીએ આ 6 વર્ષોના કાર્યકાળમાં માત્ર ઘણી ઐતિહાસિક ભૂલોને સુધારી છે એટલુ જ નહિ પરંતુ 6 દશકની ખાઈને પાટા પર લાવીને વિકાસપથ પર અગ્રેસર એક આત્મનિર્ભર ભારતનો પાયો પણ રાખ્યો છે. આ 6 વર્ષનો કાર્યકાળ ગરીબ કલ્યાણ તેમજ રિફોર્મને સમાંતર સમન્વયનુ એક અભૂતપૂર્વ ઉદાહરણ છે.

આ છ વર્ષોની ભૂલોને સુધારવાની વાત શાહે સરકારના અનુક એવા નિર્ણયોના સંદર્ભમાં કહી. જેવા કે જમ્મુ અને કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવી, નવો નાગરિકતા કાયદો લાવવો. તેમણે કહ્યુ, ઐતિહાસિક ઉપલબ્ધિઓથી પરિપૂર્ણ મોદી 2.0ના એક વર્ષના સફળ કાર્યકાળમાં ભારત આવા જ નિરંતર પ્રગતિશીલ રહેશે. તેમણે ભારતની જનતાના અતૂટ વિશ્વાસનો ઉલ્લેખ કરીને એક અન્ય ટ્વિટમાં લખ્યુ, 'ઈમાનદાર નેતૃત્વ તેમજ અથાગ પરિશ્રમના પ્રતિબંબ પ્રધાનમંત્રી મોદી પર ભારતની જનતાનો જે અતૂટ વિશ્વાસ છે તેવો જ દેશની જનતાને પોતાના નેતૃત્વમાં વિશ્વાસ છે. દુનિયામાં વિરલા જ જોવા મળે છે. મોદી સરકારને પસંદ કરીને આ ઉપલબ્ધિઓની સહ ભાગીદાર બનેલી ભારતની જનતાને હું કોટિ-કોટિ નમન કરુ છુ.'
અમિત શાહે પાર્ટી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરીને કહ્યુ, 'આજે આ ઐતિહાસિક અવસર પર હું ગયા 6 વર્ષોથી મોદી સરકારના સંદેશવાહક બની સરકારની ઉપલબ્ધિઓ તેમજ જનકલ્યાણકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડનાર ભાજપના કરોડો કાર્યકર્તાઓને તેમના અથાગ પરિશ્રમ તેમજ સંગઠન સમર્પણ માટે હ્રદયથી આભાર વ્યક્ત કરુ છુ.' તમને જણાવી દઈએ કે અમિત શાહે સરકારના પહેલા કાર્યકાળમાં જે પી નડ્ડાથી પહેલા પાર્ટીનુ નેતૃત્વ કર્યુ હતુ. ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે બીજા કાર્યકાળ માટે પ્રચંડ જીત મેળવી હતી. રાષ્ટ્રને લખેલા પોતાના પત્રમાં પ્રધાનમંત્રીએ પણ કહ્યુ છે કે ગયા વર્ષે આ દિવસે ભારતીય લોકતંત્રમાં એક સોનેરી અધ્યાય શરૂ થયો હતો.












Click it and Unblock the Notifications
