Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીનું મોટું નિવેદન: ષડયંત્ર કરનારાઓને છોડવામાં નહીં આવે, આખો દેશ પીડિતો સાથે ઊભો છે

ભૂટાન પ્રવાસે ગયેલા PM નરેન્દ્ર મોદીએ દિલ્હી વિસ્ફોટની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું - તપાસ એજન્સીઓ સંપૂર્ણ તપાસ કરશે, રાતભર એજન્સીઓના સંપર્કમાં રહ્યા હતા.
#WATCH | Thimphu, Bhutan: On Delhi car blast, PM Narendra Modi says, "...The conspirators behind this will not be spared. All those responsible will be brought to justice."
— ANI (@ANI) November 11, 2025
"Today, I come here with a very heavy heart. The horrific incident that took place in Delhi yesterday… pic.twitter.com/64aved9Ke1
દિલ્હીમાં ગઈ કાલે (સોમવારે) થયેલા કાર બોમ્બ વિસ્ફોટની ગંભીર ઘટના અંગે PM નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને દેશને ખાતરી આપી છે કે આ ષડયંત્ર પાછળના ગુનેગારોને છોડવામાં નહીં આવે.
PM મોદી હાલમાં બે દિવસની ભૂટાન મુલાકાત પર છે. ભૂટાનમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે દિલ્હીની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
ષડયંત્ર કરનારાઓને છોડવામાં નહીં આવે
PM મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે:
"દિલ્હી બ્લાસ્ટની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ ઘટનાએ દરેકને વ્યથિત કર્યા છે. હું વિશ્વાસ અપાવું છું કે આખો દેશ પીડિત પરિવારો સાથે ઊભો છે અને જે લોકો આ વિસ્ફોટ પાછળ છે, તેમને છોડવામાં નહીં આવે. તપાસ એજન્સીઓ આ ઘટનાની પૂરી રીતે તપાસ કરશે."
PM મોદીએ વધુમાં જણાવ્યું કે તેઓ ગઈ રાતથી જ સતત તપાસ એજન્સીઓના સંપર્કમાં રહ્યા હતા અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.
ભૂટાન પ્રવાસથી દ્વિપક્ષીય સંબંધો મજબૂત
PM નરેન્દ્ર મોદી 11 અને 12 નવેમ્બર દરમિયાન ભૂટાનના પ્રવાસે છે. ભૂટાનની રાજધાની થિમ્ફુના એરપોર્ટ પર ભૂટાન સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને ટોચના અધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ મુલાકાતથી ભારત અને ભૂટાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. PM મોદી ભૂટાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસના સમારોહમાં પણ હાજરી આપશે.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
