ત્રણ દિવસના યુરોપ પ્રવાસ પછી પીએમ મોદી ભારત માટે રવાના
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય યુરોપ પ્રવાસ સમાપ્ત કરીને ભારત માટે રવાના થઈ ચૂક્યા છે. બુધવારે પીએમ મોદી પેરિસથી ભારત માટે રવાના થઈ ચૂક્યા છે. પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં સાથે મુલાકાત બાદ ભારત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવાના થઈ ચૂક્યા છે. મેક્રોં સાથે પીએમ મોદીએ દ્વિપક્ષીય મુલાકાત કરી. આ દરમિયાન તેમણે રક્ષા, સ્પેસ, સિવિલ ન્યૂક્લિયર કો-ઑપરેશનના મુદ્દાઓ પર વાત કરી. ભારત માટે રવાના થતા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે ફ્રાંસમાં મારો આ નાનો પ્રવાસ ઘણો ફળદાયક હતો. રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં અને મે ઘણા મુદ્દાઓ પર વાત કરી. હું ફ્રાંસની સરકારનો જબરદસ્ત સ્વાગત માટે આભાર માનુ છુ.
ત્રણ દિવસીય યુરોપ પ્રવાસ પર પીએમ મોદીએ જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દેશોમાં રહેતા પ્રવાસી ભારતીય નાગરિકો સાથે પણ મુલાકાત કરી. જર્મની અને ડેનમાર્કમાં ઉદ્યોગપતિઓ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી. સોમવારે પીએમ મોદી બર્લિન પહોંચ્યા હતા. અહીં તેમણે જર્મનીના ચાંસેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી. ઓલાફ સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ ભારત-જર્મની ઈન્ટર ગર્વમેન્ટલ કંસ્લટેશનમાં ભાગ લીધો. પ્રધાનમંત્રીએ કહ્યુ કે આ બેઠક ઘણી સકારાત્મક રહી છે.
જર્મની સાથે ભારતે કુલ 9 સમજૂતીઓ કરી છે જેમાં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ઉર્જાના ક્ષેત્રમાં જોઈન્ટ ડિક્લેરેશન ઑફ ઈન્ટેટ સાઈન કર્યુ હતુ. બીજા દિવસના પ્રવાસે પીએમ મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફ્રેડરિસ્કન સાથે મુલાકાત કરી. પોતાના ત્રીજા દિવસના પ્રવાસે પીએમ મોદીએ ઈન્ડિયા-નૉર્ડિક સમિટમાં ભાગ લીધો. આમાં નૉર્વે, સ્વીડન, આઈલેન્ડ, ફિનલેન્ડ, ડેનમાર્કના પ્રધાનમંત્રીઓ સાથે બેઠક કરી.
નોંધનીય વાત છે કે પીએમ મોદીનો યુરોપ પ્રવાસ એવા સમયમાં થયો છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે, ફ્રાંસ યુરોપીય સંઘની અધ્યક્ષતા કરી રહ્યુ છે. ભારત અને ફ્રાંસ વચ્ચે સંબંધોને 75 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ પહેલા પીએમ મોદીએ ફિનલેન્ડના પીએમ સના મારિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વેપાર, રોકાણ સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.