For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોરણ 12માં ફેલ થયો મોદી ફેન, નામ આગળથી ચોકીદાર હટાવ્યું

3 મેં દરમિયાન સીબીએસઈ ધોરણ 12 પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં કુલ 83.4 ટકા વિધાર્થીઓ પાસ થયા. જે લોકો નાપાસ થયા છે તેમની પાસે હજુ પણ રીચેકીંગ કરવાનો વિકલ્પ બચ્યો છે.

|
Google Oneindia Gujarati News

3 મેં દરમિયાન સીબીએસઈ ધોરણ 12 પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં કુલ 83.4 ટકા વિધાર્થીઓ પાસ થયા. જે લોકો નાપાસ થયા છે તેમની પાસે હજુ પણ રીચેકીંગ કરવાનો વિકલ્પ બચ્યો છે. કદાચ, ફરી પાસ થઇ જવાની આશામાં કોલકાતાના વિધાર્થી અભિષેક દાસે સીધા પીએમ મોદી અને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર પાસે મદદ માંગી છે. ટવિટ કર્યા પછી અભિષેક ટ્રોલર્સને નિશાને આવી ગયો, કારણકે તેના ટ્વિટર એકાઉન્ટમાં નામ આગળ ચોકીદાર લખ્યું હતું. પરંતુ ટ્વિટર પર કોઈ જવાબ નહીં મળવાને કારણે અભિષેક નિરાશ થઇ ગયો અને તેને પોતાના નામની આગળથી ચોકીદાર હટાવી દીધું.

શુ ટવિટ કરી હતી

શુ ટવિટ કરી હતી

અભિષેક દાસે ટવિટ કરીને પ્રકાશ જાવડેકરને પોતાને પાસ કરાવવાની માંગ કરી છે. અભિષેકે લખ્યું છે કે, સર આ વખતે મેં ધોરણ 12 પરીક્ષામાં ઘણી મહેનત કરી પરંતુ સીબીએસઈ ઘ્વારા મને ફેલ કરી દેવામાં આવ્યો. હું તમને વિનંતી કરું છું કે આ મામલે કોઈ કાર્યવાહી કરો અને મને પાસ કરાવો. મારુ જીવન બરબાદ ના કરો. અભિષેકે ટવિટમાં પોતાનો રોલ નંબર અને માર્કશીટ પણ જાહેર કરી છે. અભિષેકની માર્કશીટમાં તેને મળેલા માર્ક્સ હેરાન કરે તેવા છે. અભિષેકને ગણિતમાં ઝીરો, ફિઝિક્સ-કેમેસ્ટ્રીની લેખિત પરીક્ષામાં 4 અને 5 માર્ક્સ મળ્યા છે. અભિષેક ફક્ત અંગ્રેજીમાં પાસ છે, જેમાં તેને 41 માર્ક્સ મળ્યા છે.

ટવિટનો જવાબ નહીં મળવા પર નામ આગળથી ચોકીદાર હટાવ્યું

ટવિટનો જવાબ નહીં મળવા પર નામ આગળથી ચોકીદાર હટાવ્યું

ન્યુઝ 24 સાથે વાતચીતમાં અભિષેકે જણાવ્યું કે તેઓ એક સમયે મોદીના મોટા ફેન હતા પરંતુ આ ઘટના પછી તેઓ નારાજ છે. અભિષેકે કહ્યું કે, હું દેશભક્ત છું, એટલા માટે તેમને પસંદ કરતો હતો. પરંતુ તેમને મારી ટવિટનો કોઈ જવાબ નહીં આપ્યો અને કોઈ એક્શન પણ નહીં લીધું. એટલા માટે હું તેમનાથી નારાજ છું. એટલા માટે મેં નામની આગળથી ચોકીદાર પણ હટાવી દીધું. ટ્રોલિંગ પછી અભિષેકે પોતાની વાયરલ ટવિટ પણ ડીલીટ કરી દીધી.

નામ આગળ ચોકીદાર લખવાને કારણે ટ્રોલ

નામ આગળ ચોકીદાર લખવાને કારણે ટ્રોલ

અભિષેકનું આ ટવિટ વાયરલ થયા પછી લોકો તેનો મજાક ઉડાવી રહ્યા છે મજાકનું કારણ ફેલ થવું નહીં પરંતુ તેના નામની આગળ ચોકીદાર હોવું છે લોકો તેના ટવિટને શેર કરીને લખી રહ્યા છે કે આખું વર્ષ ભાજપની ચોકીદારી કરશો તો, ફેલ થવાનું જ છે

English summary
PM Modi fan gets failed in CBSE 12th exam, trolled for asking help to Prakash Javadekar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X