પીએમ મોદીએ વધુ બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી, આ રૂટ પર ચાલશે ટ્રેન
PM મોદીએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી.એડવાન્સ અને હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મુંબઈ અને સોલાપુર અને મુંબઈ અને સાઈનગર શિરડી વચ્ચે દોડશે.
મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી છે. પીએમ મોદીએ મુંબઈગરાઓ માટે બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવાના કરાવેલી આ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ છે.

અહીં PM મોદીએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી.એડવાન્સ અને હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મુંબઈ અને સોલાપુર અને મુંબઈ અને સાઈનગર શિરડી વચ્ચે દોડશે.
આ નવી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરો માટે આરામદાયક સુવિધાઓ છે. આ ટ્રેનમાં ઓન-બોર્ડ વાઈ-ફાઈ ઈન્ફોટેનમેન્ટ, જીપીએસ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ, આલીશાન ઈન્ટિરિયર, રિક્લાઈનિંગ સીટ, ટચ-ફ્રી સુવિધાઓ સાથે બાયો-વેક્યુમ ટોઈલેટ, એલઈડી લાઈટિંગ, દરેક સીટની નીચે ચાર્જિંગ પોઈન્ટની સુવિધાઓ હશે. આ સાથે ટચ આધારિત રીડિંગ લાઇટ્સ અને ક્રૂ સાથે વાતચીત કરવા માટે ઈમરજન્સી ટોક બેક યુનિટ પણ હશે.
અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા દિલ્હી-વારાણસી, દિલ્હી-શ્રી વૈષ્ણો દેવી માતા કટરા, ગાંધીનગર-મુંબઈ, નવી દિલ્હી-અંબ અંદૌરા, ચેન્નાઈ-મૈસુર અને નાગપુર-બિલાસપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી છે.












Click it and Unblock the Notifications
