For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે માત્ર 5 કલાકમાં દિલ્હીથી હિમાચલ જવાશે, પીએમ મોદીએ ઉનામાં વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા. હિમાચલ પ્રદેશના ઉનામાં પીએમ મોદીએ દેશને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી જય

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા. હિમાચલ પ્રદેશના ઉનામાં પીએમ મોદીએ દેશને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને કેન્દ્રીય મંત્રી અને હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુર હાજર રહ્યાં હતા.

હવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા હિમાચલથી દિલ્હીની સફર માત્ર 5 કલાકમાં પૂર્ણ થશે. સમાચાર અનુસાર, વંદે ભારત 19 ઓક્ટોબરથી સામાન્ય લોકો માટે શરૂ થશે. ન્યૂઝ એજન્સી ANIને માહિતી આપતા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઈવર રમેશ કુમારે કહ્યું કે, 'આ ટ્રેનમાં ઘણી સુવિધાઓ છે. દરેક દરવાજા પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. વોકી-ટોકી આપવામાં આવે છે. વિકલાંગો ઉપર અને નીચે જતા હોવાથી તેમની માટે પૂરતી સગવડ આપવામાં આવી છે. કટોકટીના કિસ્સામાં, કર્મચારી વોકી-ટોકીના મેસેજ દ્વારા તરત જ પેસેન્જર સુધી પહોંચશે.

ઉનામાં પીએમ મોદી

ઉનામાં પીએમ મોદી

વંદે ભારતને ફ્લેગ ઓફ કર્યા બાદ પીએમ મોદી ઉનાના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ પહોંચશે. અહીં પીએમ મોદી જનસભાને પણ સંબોધિત કરશે. આ દરમિયાન પીએમ મોદી બલ્ક ડ્રગ પાર્કનું ઉદ્ઘાટન પણ કરશે અને ઉના-હમીરપુર રેલ્વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.ત્યારબાદ, ચંબામાં એક જાહેર સમારંભમાં પીએમ બે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને વડાપ્રધાન ગ્રામ સડક યોજના (PMGSY)-IIIનુ લોકાર્પણ કરશે.

ટ્રેનનો રૂટ

ટ્રેનનો રૂટ

પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આજે પીએમ મોદીએ હિમાચલ પ્રદેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયાના તમામ દિવસોમાં ચલાવવામાં આવશે. દિલ્હી અને ઉના વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ અંબાલા, ચંદીગઢ, આનંદપુર સાહિબ અને ઉનામાં રોકાશે.

ટ્રેનનો ટાઇમ

ટ્રેનનો ટાઇમ

ટ્રેન નંબર 22447 નવી દિલ્હીથી અંબ અંદૌરા સવારે 5:50 વાગ્યે ઉપડશે, અધિકારીએ જણાવ્યું હતું. વંદે ભારત એક્સપ્રેસ સવારે 11:05 વાગ્યે અંબ અંદૌરા રેલવે સ્ટેશન પહોંચશે, એટલે કે દિલ્હીથી ઉના સુધીની ટ્રેનની મુસાફરી માત્ર પાંચ કલાક અને 15 મિનિટમાં પૂર્ણ થશે. ઉનાથી દિલ્હી જવા માટે ટ્રેન નંબર 22448 અંબ અંદૌરા સ્ટેશનથી બપોરે 1 વાગ્યે ઉપડશે. આ વંદે ભારત ટ્રેન સાંજે 6.25 વાગ્યે નવી દિલ્હી પહોંચશે.

English summary
PM Modi gave green flag to Vande Bharat train in Una
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X