Vande Bharat Train : દિલ્હી-દહેરાદુન વંદે ભારત ટ્રેનને pm મોદીએ આપી લીલી ઝંડી, જાણો રુટ અને ભાડું
Vande Bharat Train : વડાપ્રધાન મોદીએ દ્વારા દેહરાદુનથી નવી દિલ્હીને જોડનારી ઉત્તરાખંડની પહેલી સેમી-હાઇ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આજે વીડિયો કોન્ફરસિંગના માધ્યમથી લીલી ઝંડી આપવામાં આવી હતી.
દેહરાદુન-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવાને કારણે ઉત્તરાખંડના નિવાસીઓને દેહરાદુનથી દિલ્હી આવનજાવન કરવામાં સરળતા રહેશે. જેનાથી મુસાફરીના સમયમાં પણ ઘટાડો થશે.

દેહરાદૂન-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ સમય, રૂટ
- સવારે 7:00 કલાકે દેહરાદૂનથી પ્રસ્થાન
- સવારે 08:04 કલાકે હરિદ્વાર જંકશન પર આગમન
- રૂરકી ખાતે સવારે 8:49 કલાકે આગમન
- સવારે 9:27 કલાકે સહારનપુર આગમન
- સવારે 10:07 કલાકે મુઝફ્ફરનગર આગમન
- મેરઠ ખાતે સવારે 10:37 કલાકે આગમન
- સવારે 11:45 કલાકે આનંદ વિહાર ટર્મિનલ પર આગમન
આ હશે દેહરાદૂન-દિલ્હી વંદે ભારતનું સ્ટોપેજ - મુસાફરી દરમિયાન ટ્રેન મેરઠ સિટી, મુઝફ્ફરનગર, સહારનપુર, રૂરકી અને હરિદ્વારમાં સ્ટોપેજ કરશે. આ ટ્રેનમાં આઠ કોચ હશે, જે મુસાફરો માટે આરામદાયક મુસાફરીનો વિકલ્પ પૂરો પાડે છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ભાડું
ઇકોનોમી ક્લાસ : ચેર - યાન
- દેહરાદૂન થી હરિદ્વાર : 955 - 540
- દેહરાદૂન થી રૂરકી : 980 - 550
- દહેરાદૂન થી સહારનપુર : 1090 - 600
- દેહરાદૂન થી મુઝફ્ફરનગર : 1300 - 705
- દેહરાદૂન થી મેરઠ : 1495 - 805
- દેહરાદૂન થી આનંદ વિહાર : 1695 - 900
- આનંદ વિહારથી દેહરાદૂન : 1890 - 1065












Click it and Unblock the Notifications
