For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશ ચતુર્થી પર પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના

દેશભરમાં મનાવવામાં આવી રહેલ ગણેશ ચતુર્થીના પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેશવાસીઓને શુભકામના આપી અને ચારે તરફ પ્રસન્નતા અને સમૃદ્ધિની કામના કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરમાં મનાવવામાં આવી રહેલ ગણેશ ચતુર્થીના પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેશવાસીઓને શુભકામના આપી અને ચારે તરફ પ્રસન્નતા અને સમૃદ્ધિની કામના કરી. પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યુ, 'ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ પર શુભકામા. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ આપણા સૌ પર રહે. ચારેકોર ખુશી અને સમૃદ્ધિ હોય.' તેમણે લખ્યુ, 'તમને સૌને ગણેશુ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા. ગણપતિ બાપ્પા મોરયા.'

pm modi

પીએમ મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી. રાષ્ટ્રપતિના અધિકૃત ટ્વિટર હેન્ડલથી શનિવારે ટ્વિટ કર્યુ, 'ગણેશ ચતુર્થીના શુભ અવસર પર બધા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ ભારતના લોકોના અદમ્ય ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસનુ પ્રતીક છે. મારી કામના છે કે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની કૃપાથી કોવિડ-19ની મહામારી સમાપ્ત થાય અને બધા દેશવાસી સુખી અને નિરોગી જીવન જીવે.'

રાષ્ટ્રપતિ ઉપરાંત રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને દેશને આ પવિત્ર પર્વ પર શુભકામના આપી. તેમણે લખ્યુ, 'મંગલકર્તા-વિઘ્નહર્તાના આશીષની આજે આખા દેશને જરૂર છે. તમને સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ.' તમને જણાવી દઈએ કે આજે ગણેશ ચતુર્થીનો પર્વ દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર વિઘ્નહર્તા શ્રી ગણેશ ભગવાનનો જન્મ ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. આ તિથિને શ્રી ગણેશોત્સવ તરીકે મનાવવામાં આવે છે અને આને ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે.

દિલ્લીમાં પકડાયો ISISનો આતંકવાદી, મોટા ષડયંત્રને આપવાનો હતો અંજામદિલ્લીમાં પકડાયો ISISનો આતંકવાદી, મોટા ષડયંત્રને આપવાનો હતો અંજામ

English summary
PM Modi greeted people on Ganesh Chaturthi, wished joy and prosperity everywhere.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X