કોરોનાની બેકાબુ સ્થિતિ પર PM મંત્રીઓ સાથે કરશે હાઈલેવલ બેઠક, મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો પર ફોકસ
દેશમાં કોરોના વાયરસની બેકાબુ સ્થિતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(30 એપ્રિલ) કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરશે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. છેલ્લા એક સપ્તાહથી દેશમાં સરેરાશ સાડા ત્રણ લાખ રોજના નવા કોવિડ-19 કેસ સામે આવી રહ્યા છે અને 3 હજારથી વધુ મોત થઈ રહ્યા છે. દેશમાં કોરોના વાયરસની બેકાબુ સ્થિતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(30 એપ્રિલ) કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરશે. વીડિયો કૉન્ફરન્સ દ્વારા સવારે 11 વાગે બેઠક શરૂ થશે. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત નવ રાજ્યો પર ફોકસ કરશે. ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત નવ રાજ્યોની સ્થિતિ વિશે આરોગ્ય સચિવે ગુરુવારે (29 એપ્રિલ) ગૃહ સચિવે એક રિપોર્ટ સોંપ્યો છે.

મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, દિલ્લી, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ દેશના એવા 9 રાજ્યો છે જ્યાં કોવિડ-19ના કેસ સૌથી વધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડ-19ની દેશમાં વર્તમાન સ્થિતિની નિરંતર સમીક્ષા કરવા માટે રોજ બેઠક કરી રહ્યા છે. પીએમ મોદીએ આ પહેલા સેના પ્રમુખ સાથે શુક્રવારે બેઠક કરી. આ ઉપરાંત પીએમ મોદીએ હાલના દિવસોમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ, વેક્સીન નિર્માતા કંપનીઓ, ફાર્માસ્યુટીકલ ઉદ્યોગના મોટા અધિકારીઓ સાથે બેઠકો કરી હતી. જેમાં કોવિડ-19ને નિયંત્રણમાં લાવવાના વિવિધ પાસાંઓ પર ચર્ચા કરવામાં આવી. ઑક્સિજન ઉત્પાદન અને તેના પરિવહન વિશે ચર્ચા કરવા માટે દેશભરના ઑક્સિજન નિર્માતાઓ સાથે પીએમ મોદીએ બેઠક કરી છે.
પીએમ મોદીએ વેક્સીન નિર્માતાઓને પોતાના ઉત્પાદનને વધારવા માટે કહ્યુ છે. આ સાથે જ નવી વેક્સીનને દેશમાં મંજૂરી આપવામાં આવી રહી છે. વેક્સીન નિર્માતાઓએ પોતાના સ્ટૉકના 50 ટકા રાજ્ય સરકારો અને ખુલ્લા બજારોમાં વેચવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે વેક્સીનના ભાવોની ઘોષણા પહેલા કરવા માટે કહેવામાં આવ્યુ છે.
દેશમાં વર્તમાનમાં 45 વર્ષ કે તેનાથી વધુ વયના લોકોને વેક્સીન કેન્દ્ર સરકાર દ્વારા મફતમાં આપવામાં આવી રહી છે જ્યારે 18 વર્ષ અને તેનાથી વધુ માટે રસીકરણ 1મેથી શરૂ થઈ રહ્યુ છે. જેના માટે કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે. જો કે દેશના મોટાભાગના રાજ્યોએ કહ્યુ છે કે તે 1મેથી બધા લોકોને વેક્સીનેટ નહિ કરી શકે કારણકે તેમની પાસે સ્ટૉક નથી. વેક્સીન નિર્માતા કંપનીઓએ તેમને વેક્સીન પુરવઠા માટે 15 મે સુધી રાહ જોવા માટે કહ્યુ છે.












Click it and Unblock the Notifications
