For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ ઉપવાસ પહેલા કોંગ્રેસ પર કર્યો અત્યાર સુધી સૌથી મોટો હુમલો

પીએમ મોદીએ આજે એક દિવસના ઉપવાસ પર જતા પહેલા કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો હતો. જાણો આ અંગે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોંગ્રેસ દ્વારા સંસદમાં હંગામો કરવા અને સંસદની કાર્યવાહી નહીં ચલાવવા દેવા માટે કરીને એક દિવસનો ઉપવાસ કરી રહ્યા છે. પણ તે પહેલા પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે અમે ગુરુવારે ઉપવાસ રાખી રહ્યા છીએ. તે એ લોકો વિરુદ્ધ જેણે સંસદમાં કાર્યવાહીના ચાલવા દીધી અને લોકતંત્રની હત્યા કરી. પીએમ કહ્યું કે તે લોકો 2014માં સારું પ્રદર્શન ના કરી શક્યા કારણ કે તે ઇચ્છે છે કે દેશ આગળ ના વધે. આ લોકોએ એક દિવસ પણ સંસદમાં કાર્યવાહી ના ચાલવા દીધી. તેમણે કહ્યું કે લોકતંત્રની હત્યાના વિરોધીઓને દુનિયાની સામે લાવવા માટે અમે ઉપવાસ કરી રહ્યા છીએ. મોદીએ કહ્યું કે ચોક્કસથી હું આજે ઉપવાસ કરીશ પણ આ વચ્ચે મારું કામ ચાલુ રાખીશ.

modi

તમને જણાવી દઇએ કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે જ જાહેરાત કરી હતી કે તે 12 એપ્રિલે ઉપવાસ રાખશે પણ તેમની ઓફિસમાં રહીને. ભાજપે સદનમાં કાર્યવાહી ના ચાલવા દેવા મામલે કોંગ્રેસને જવાબદાર ગણાવી છે. પીએમ મોદીએ કહ્યું કે ગરીબ લોકોના કામ અહીં થાય છે. તેમના નિર્ણય અહીં લેવામાં આવે છે. પણ રાજકીય અહંકાર અને સત્તા ભૂખના કારણે વિપક્ષે લોકતંત્રને કચડી નાંખવાનો ગુનો કર્યો છે. ત્યારે આપણી ફરજ બને છે કે તેવા લોકોને ઉઘાડા પાડીને દુનિયાની સામે લાવીએ. તેમણે સાથે જ પોતાના સાંસદોને કહ્યું કે તે પણ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને વિધાનસભા, લોકસભા વિસ્તારોમાં ઉપવાસ કરીને દેશની સંસદને બંદી કરનાર લોકોને દુનિયાની સામે ઉઘાડા પાડે.

English summary
PM Modi to hold fast today against no function of parliament hits on congress. Read more news on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X