પરિણામો પહેલા જ 100 દિવસનો એજેન્ડા તૈયાર કરવાનો આદેશ
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ બધા જ ઉચ્ચ પ્રશાશનીક અધિકારીઓ અને કેબિનેટ મંત્રીઓની બેઠક બોલાવી.
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ બધા જ ઉચ્ચ પ્રશાશનીક અધિકારીઓ અને કેબિનેટ મંત્રીઓની બેઠક બોલાવી. સૂત્રો અનુસાર આ બેઠક મંગળવારે રાત્રે પ્રધાનમંત્રી આવાસે થઇ હતી પરંતુ હજુ સુધી અધિકારીક રૂપે આ બેઠક અંગે કઈ પણ કહેવામાં નથી આવ્યું. સૂત્રો અનુસાર પ્રધાનમંત્રી મોદીએ આ બેઠક દરમિયાન બધા જ મુદ્દાઓ પર આ લોકોની સલાહ લીધી છે, જેમાં દેશની અર્થવ્યવસ્થા સૌથી મોટો મુદ્દો છે.

પ્રધાનમંત્રી મોદીની પ્રશાશનીક અધિકારીઓ સાથે આ પહેલી બેઠક છે, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. આ પહેલા પીએમ મોદીએ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરી હતી, જેમાં બધા જ એનડીએ સહયોગી દળો શામિલ હતા. આ બેઠકનું આયોજન ભાજપા અધ્યક્ષ અમિત શાહ ઘ્વારા કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થયા પછી મોટાભાગના એક્ઝીટ પોલમાં એનડીએ સરકારને બહુમત આપવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર સરકારે પહેલાથી જ બધા મંત્રાલય અને વિભાગોને 100 દિવસનો એજેન્ડા તૈયાર કરવા માટે કહ્યું છે.
આ પણ વાંચો: દેશના પ્રધાનમંત્રી કોણ બનશે, શુ એક્ઝીટ પોલ સાચા સાબિત થશે?
2015માં સીએનએન-આઈબીએન માટે લોકનીતિ-સીએસડીએસના યુપીમાં ભાજપ અને સીએસડીએસે યુપીમાં ભાજપ અને તેની સહોયગી પાર્ટીઓને 45થી 53 બેઠકો મળવાની આગાહી કરાઈ હતી. સપાને 13થી 17, બસપાને 10થી 14, કોંગ્રેસને 3થી 5 બેઠકો મળવાનું અનુમાન હતું. તો એબીપી ન્યૂઝ-નેલસન દ્વારા કરાયેલા એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાનીવાળા એનડીએને 46, સપાને 12, બસપાને 13 અને કોંગ્રેસને 8 બેઠકોનું અનુમાન લગાવાયું હતું. ટાઈમ્સ નાઉ-ઓઆરજીના સર્વેમાં દાવો કરાયો હતો કે એનડીએને 49 બેઠકો મળશે. ન્યૂઝ 24-ચાણક્યએ એનડીએને 67 તો યુપીએને 3 બેઠકો મળવાનો દાવો કર્યો હતો. આ સર્વેમાં સપાને 4 અને બસપાને 3 બેઠકો મળવાની આગાહી કરાઈ હતી. ઈન્ડિયા ટીવી અને સી વોટર્સ પ્રમાણે એનડીએને 54 ,યુપીએને 7 બેઠકોનું અનુમાન હતું. આ સર્વેમાં સપાને 11 અને માયાવતીની બસપાને 8 બેઠકો અપાઈ હતી. પરંતુ બસપાનું ખાતુ પણ નહોતું ખુલ્ય અને સપા ફક્ત પરિવારની 5 જ બેઠકો જીતી શકી હતી.
આ પણ વાંચો: 272થી ઓછી સીટો એનડીએને મળી તો વિપક્ષ પાસે છે સિક્રેટ પ્લાન












Click it and Unblock the Notifications
