For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના પ્રધાનમંત્રી કોણ બનશે, શુ એક્ઝીટ પોલ સાચા સાબિત થશે?

23 તારીખે લોકસભાની ચૂંટણી 2019ના પરિણામ આવે તે પહેલા એક્ઝિટ પોલ પર ચર્ચા થયા જ કરશે. આપણે આજે અહીં મુખ્ય રીતે ઉત્તર પ્રદેશના રાજકારણમાં જમીન પરની હકીકત અને ત્યાંના એક્ઝિટ પોલ અંગે જ વાત કરીશું.

|
Google Oneindia Gujarati News

23 તારીખે લોકસભાની ચૂંટણી 2019ના પરિણામ આવે તે પહેલા એક્ઝિટ પોલ પર ચર્ચા થયા જ કરશે. આપણે આજે અહીં મુખ્ય રીતે ઉત્તર પ્રદેશના રાજકારણમાં જમીન પરની હકીકત અને ત્યાંના એક્ઝિટ પોલ અંગે જ વાત કરીશું. કારણ કે રાજ્યમાં માયાવતી અને અખિલેશ યાદવના સપા-બસપા-આરએલડી મહાગઠબંધનની હાજરી છતાંય મોટા ભાગના એક્ઝિટપોલ જે પરિણામ પર આવ્યા છે, તે જોઈને લોકો ચોંકી રહ્યા છે. યુપીમાં ચૂંટણીનો અર્થ સમજનારા મોટા ભાગના નિષ્ણાતો પણ એક્ઝિટ પોલ જોઈને આશ્ચર્યચકિત થયા છે. અમે અહીં તમારા માટે જે વિશ્લેષણ લઈને આવ્યા છીએ, તેનો હેતુ આ જ આશંકાઓ, જમીન પરની સ્થિતિ અને માનવ વ્યવહારને સમજવા અને નિષ્ણાતોના મતે તેને ચકાસવાનો છે. કારણ કે આ વખતે પણ 23 તારીખે દેશના આગામી વડાપ્રધાન બનવાનો રસ્તો યુપીથી થઈને જાય છે.

આ પણ વાંચો: 272થી ઓછી સીટો એનડીએને મળી તો વિપક્ષ પાસે છે સિક્રેટ પ્લાન

યુપીમાં શું કહે છે એક્ઝિટ પોલ?

યુપીમાં શું કહે છે એક્ઝિટ પોલ?

ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન બનતા જ એવું લાગતું હતું કે હવે નરેન્દ્ર મોદીનું બીજીવાર વડાપ્રધાન બનવું અઘરું છે. પરંતુ તમામ એક્ઝિટ પોલે આ ધારણા ખોટી સાબિત કરી ચે. જો યુપીના તમામ 6 એક્ઝિટ પોલની એવરેજ જોઈએ તો મહાગઠબંધન છતાંય ભાજપની આગેવાની વાળી એનડીએને 52 અને સપા-બસપા-આરએલડીને 26 તેમજ કોંગ્રેસને માત્ર 2 સીટ મળવાની શક્યતા છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં યુપીમાં મહાગઠબંધન નિષ્ફળ દેખાઈ રહ્યું છે. માયાવતી અને અખિલેશે યુપીમાં ભાજપનો વિજય રથ રોકવા અજીતસિંહની આરએલટી સાથે ગઠબંધનનો પ્રયોગ કર્યો પરંતુ મોટા ભાગના પોલમાં તેનો કોઈ ફાયદો નથી દેખાઈ રહ્યો. જો આ અનુમાન રિઝલ્ટમાં બદલાય તો સપા, બસપા અને આરએલડી ગઠબંધન માટે આ મોટો ઝટકો હશે. ફક્ત બે જ એક્ઝિટ પોલમાં સપા-બસપાઆરએલડીને 40થી વધુ બેઠકો મળતી દેખાઈ રહી છે, જેમાં વધુમાં વધુ સંખ્યા 45 છે. પરંતુ મોટા ભાગના એક્ઝિટ પોલ ભાજપના ગ્રાફને 2014 કરતા નીચે બતાવી રહ્યા છે. પરંતુ આ એટલો પણ નીચો નથી જેટલી આશંકા હતી. 5 એક્ઝિટ પોલમાં ભાજપને 50થી વધુ અને 2માં તો 65થી વધુ બેઠકો મળતી બતાવાઈ છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં માયાવતી અને અખિલેશ યાદવના મહાગઠબંધનને 10થી લઈને 29 બેઠકો જ અપાઈ રહી છે.

કેમ અસરદાર ન રહ્યું મહાગઠબંધન?

કેમ અસરદાર ન રહ્યું મહાગઠબંધન?

જો એક્ઝિટ પોલને સાચા માનીને ચાલીએ તો લાગી રહ્યું છે કે યુપીમાં અખિલેશ અને માયાવતી પોતાના વોટ એકબીજાનામાં ટ્રાન્સફર કરવામાં પૂરતા સફળ નથી થયા. ધ પાયોનિયરના રિપોર્ટ પ્રમાણે એક એક્સપર્ટે તેનું સાચું કારણ જાણવાની કોશિશ કરી છે. કાનપુર સ્થિત સેન્ટર ફોર સ્ટડી ઓફ સોસાયટી એન્ડ પોલિટિક્સના ડિરેક્ટર ડોક્ટર એ. કે વર્માના કહેવા પ્રમાણે,'ગઠબંધન એ આધાર પર બન્યું હતુંકે સપાના પ્રમુખ અખિલેશ યાદવ પોતાની પાર્ટીના વોટ બસપામાં ટ્રાન્સફર કરશે અને માયાવતી સપાને દલિતોના વોટ અપાવશે. પરંતુ કાગળ પર થયેલી ગણતરીમાં ઘણીવાર મહત્વના મુદ્દા છૂટી જાય છે. જૂના ઉદાહરણો અને હાલની સચ્ચાઈ પ્રમાણે માયાવતી અને અખિલેશ બંને પોતાના વોટ ટ્રાન્સફર કરાવવામાં એટલા સફળ નથી થયા, જેટલા થવા જોઈતા હતા. જો આવું થયું તો ભાજપ સામે તેમનું ટકવું મુશ્કેલ છે.'

માયા અને અખિલેશ વોટ ટ્રાન્સફર ન કરાવી શક્યા?

માયા અને અખિલેશ વોટ ટ્રાન્સફર ન કરાવી શક્યા?

2014માં લોકસભા ચૂંટણીમાં યુપીમાં સપાને 22.2 અને બસપાને 19.6 ટકા વોટ મળ્યા હતા. વર્માનું કહેવું છે કે,'જો આપણે એવું માનીએ કે 100 ટકા વોટ ટ્રાન્સફર થયા હશે તો પણ ગઠબંનના વોટ 41.8 ટકા હશે. 2015માં યુપીમાં ભાજપનો વોટ શેર 42.3 ટકા અને તેમના સહોયગી પક્ષોના વોટ શૅર 1 ટકો હતો. બંનેની સરખામણી કરીએ તો એનડીએને 43.3 ટકા અને સપા,બસપા, આરએલડીના ગઠબંધન કરતા 1.5 ટકા વધુ છે.' તેમનું કહેવું છે કે,'ગઠબંધનના સહયોગીઓ વચ્ચે વોટ ટ્રાન્સફર કરાવવા એ કહેવું આસાન છે. પરંતુ અખિલેશ પોતાની પાર્ટીના વોટ ટ્રાન્સફર કરાવવા માટે જાણીતા નથી. 2017માં યુપી વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસને સપાના વોટ ટ્રાન્સફર કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જે ટકાવારી માત્ર 6.25 ટકા હતી અને સપા 114 બેઠક પર લડીને માત્ર 7 જ બેઠક જીતી હતી.' ડોક્ટર વર્મા એમ પણ કહે છે કે ,'માયાવતીની ઓળક એવા નેતાની છે, કે જે ઈચ્છે તે પાર્ટીમાં દલિતોના વોટ ટ્રાન્સફર કરાવી શકે છે. પરતુ પરંપરાગટ છબી અને દલિત વોટ પર તેમની પકડ હાલની ચૂંટણીમાં કેટલી તે એક સવાલ છે.'

ભાજપની દલિતો પર પકડ મજબૂત થઈ છે

ભાજપની દલિતો પર પકડ મજબૂત થઈ છે

દલિત વોટો પર માયાવતીની પકડ થોડી ઢીલી પડી હોવાની ચર્ચા થાય છે, તો ભાજપે દલિતો વચ્ચે પોતાનો પગ મજબૂત કર્યો છે, તેમાં ભાજપને સફળતા પણ મળી છે. 2014ની ચૂંટણીમાં તેણે યુપીની તમામ 17 અનામત બેઠકો પર જીત મેળવી હતી અને 2017માં વિધાનસભામાં પણ રાજ્યની 80 અનામત વિધાનસબાઠકોમાંથી 70 પર જીત મેળવી હતી. આ સ્થિતિમાં જો એક્ઝિટ પોલ માયા અને અખિલેશને નિરાશ કરે તો ચોંકાવનારી વાત નથી. ડોક્ટર વર્મા ચોંકાવનારી સંભાવના વ્યક્ત કરતા કહે છે કે,'જો આવું થયા તો તમામની નજર ભેગા વોટ શેરમાં થનારા ઘટાડા પર રહેશે. કારણ કે ગઠબંધન અને ભાજપ જ યુપીમાં ફ્રન્ટ રનર છે. જેમના વોટ શેર ક્રમશઃ 35 અને 45 ટકા રહી શકે છે. જેને કારણે બીજેપીની આગેવાની વાળા એનડીએ ગઠબંધન કરતા આગળ રહી શકે છે.'

2014માં યુપીનો એક્ઝિટ પોલ આવો હતો.

2014માં યુપીનો એક્ઝિટ પોલ આવો હતો.

2015માં સીએનએન-આઈબીએન માટે લોકનીતિ-સીએસડીએસના યુપીમાં ભાજપ અને સીએસડીએસે યુપીમાં ભાજપ અને તેની સહોયગી પાર્ટીઓને 45થી 53 બેઠકો મળવાની આગાહી કરાઈ હતી. સપાને 13થી 17, બસપાને 10થી 14, કોંગ્રેસને 3થી 5 બેઠકો મળવાનું અનુમાન હતું. તો એબીપી ન્યૂઝ-નેલસન દ્વારા કરાયેલા એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાનીવાળા એનડીએને 46, સપાને 12, બસપાને 13 અને કોંગ્રેસને 8 બેઠકોનું અનુમાન લગાવાયું હતું. ટાઈમ્સ નાઉ-ઓઆરજીના સર્વેમાં દાવો કરાયો હતો કે એનડીએને 49 બેઠકો મળશે. ન્યૂઝ 24-ચાણક્યએ એનડીએને 67 તો યુપીએને 3 બેઠકો મળવાનો દાવો કર્યો હતો. આ સર્વેમાં સપાને 4 અને બસપાને 3 બેઠકો મળવાની આગાહી કરાઈ હતી. ઈન્ડિયા ટીવી અને સી વોટર્સ પ્રમાણે એનડીએને 54 ,યુપીએને 7 બેઠકોનું અનુમાન હતું. આ સર્વેમાં સપાને 11 અને માયાવતીની બસપાને 8 બેઠકો અપાઈ હતી. પરંતુ બસપાનું ખાતુ પણ નહોતું ખુલ્ય અને સપા ફક્ત પરિવારની 5 જ બેઠકો જીતી શકી હતી.

English summary
who will be next prime minister of india will the up exit poll proven right
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X