For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મન કી બાતઃ 'કોરોનાને હરાવવાનો છે અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની છે': પીએમ મોદી

રેડિયોના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત દ્વારા પીએમ મોદીએ આજે એક વાર ફરીથી દેશની જનતાને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

રેડિયોના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત દ્વારા પીએમ મોદીએ આજે એક વાર ફરીથી દેશની જનતાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કાર્યક્રમની શરૂઆત એક ગીત દ્વારા કરી. તેમણે કહ્યુ કે આપણે ત્યાં કહેવામાં આવે છે, 'સૃજન શાસ્વત હે, સૃજન નિરંતર હે યહ કલ-કલ છલ-છલ બહેતી હે ક્યા કહેતી હે ગંગા કી ધારા? યુગ યુગસે બહેતા આતા યહ પુણ્ય પ્રવાહ. ક્યા ઉસકો રોક સકેગે, મિટનેવાલે મિટ જાએંગે, કંકડ-પત્થરકી હસ્તી, કયા બાધા બનકર આએ હે.'

Pm modi

પીએમ મોદીએ કહ્યુ કે દેશ કોરોના સામે લડી રહ્યો છે, ઘણા બધા લોકો પૂછે છે કે આ વર્ષ ક્યારે ખતમ થશે, તો હું તેમને કહેવા માંગુ છુ, ભારત એ વીરોનો દેશ છે, જે ક્યારેય પડકારોથી ગભરાતો નથી, ભારતમાં જ્યારે પણ સંકટ આવ્યા છે, તે બધાએ જીતીને આગળ આવ્યા છે. સંકટોના દોરમાં નવી શોધો થઈ, નવા સાહિત્ય રચાયા, નવા અનુસંધાન થયા, નવા સિધ્ધાંત રચાયા એટલે કે સંકટ દરમિયાન પણ દરેક ક્ષેત્રમાં સૃજનની પ્રક્રિયા ચાલી રહી છે.

'કોરોનાને હરાવવો અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી'

હવે ભારત લૉકડાઉનની બહાર આવી ચૂક્યો છે અને અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ આ દરમિયાન લૉકડાઉનથી વધુ સતર્ક રહેવાનુ છે. માસ્ક પહેરવુ અને બે ગજનુ અંતર જાળવવુ ખૂબ જરૂરી છે. તમે બેદરકારી ન રાખતા. પોતાનુ પણ ધ્યાન રાખો અને બીજાનુ પણ ત્યારે જ આપણે જંગ જીતીશુ અને વિજયી થઈશુ. મને મારા દેશની 130 કરોડની જનતા પર પૂરો ભરોસો છે કે તે આ લડાઈ જીતશે અને નવી ઉંચાઈઓ સર કરશે. અનલૉકના આ સમયમાં બે વાતો પર ધ્યાન ફોકસ કરવાનુ છે - કોરોનાને હરાવવાનો છે અને અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવવી, તેને તાકાત આપવાની છે.

કોરોનાના કહેર વચ્ચે આજે મુંબઈમાં ખુલશે સલૂન, આ દિશા-નિર્દશોનુ કરવુ પડશે પાલનકોરોનાના કહેર વચ્ચે આજે મુંબઈમાં ખુલશે સલૂન, આ દિશા-નિર્દશોનુ કરવુ પડશે પાલન

English summary
PM Modi in Mann Ki Baat: Defeating Corona and Strengthening Economy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X