For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યઃ પીએમ મોદી

પીએમ મોદી હાલમાં દેશના ખેડૂતોને નમો એપ પર કોન્ફરન્સ દ્વારા સંવાદ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે જોડાયેલી યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને ખેડૂતોની ઉપજનું યોગ્ય મૂલ્ય મળે તે વિષય પર પણ વાત કરી.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદી હાલમાં દેશના ખેડૂતોને નમો એપ પર કોન્ફરન્સ દ્વારા સંવાદ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે જોડાયેલી યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને ખેડૂતોની ઉપજનું યોગ્ય મૂલ્ય મળે તે વિષય પર પણ વાત કરી. પીએમ મોદીએ જણાવ્યુ કે દેશના ખેડૂતોને પાકના યોગ્ય ભાવે મળે તેના માટે આ વખતના બજેટમાં સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યુ કે સરકારે નક્કી કર્યુ છે કે અધિસૂચિત પાક માટે એમએસપી તેના પડતર કિંમતના ઓછામાં ઓછા દોઢ ગણા ઘોષિત કરવામાં આવશે.

pm modi

પીએમ મોદીએ કહ્યુ કે આજે દેશમાં માત્ર અનાજ જ નહિ બલ્કે ફળો શાકભાજી અને દૂધનું રેકોર્ડ ઉત્પાદન થઈ રહ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે મુખ્ય રૂપે ચાર બિંદુઓ પર જોર આપવામાં આવી રહ્યુ છે. પહેલુ, કાચા માલની પડતર કિંમત ઓછામાં ઓછી હોય, બીજુ, ઉપજનું યોગ્ય મૂલ્ય મળે, ત્રીજુ, ઉપજની બરબાદી ન થાય અને ચોથુ, કમાણીના વૈકલ્પિક સ્ત્રોત તૈયાર થાય.

વર્ષ 2017-18 માં ખાદ્યાન્ન ઉત્પાદન 280 મિલિયન ટનથી વધુ થયુ છે જયારે 2010 થી 2014 દરમિયાન ઉત્પાદન આશરે 250 મિલિયન ટન હતુ. આ રીતે ઉત્પાદનમાં 10.5 ટકા વૃધ્ધિ નોંધવામાં આવી છે. પીએમ મોદીએ ખેડૂતો સાથે સંવાદ દરમિયાન કહ્યુ કે પાક તૈયાર થવાથી માંડીને તેના વેચાણ સુધી એટલે કે 'બીજથી બજાર સુધી' ના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ખેડૂત કલ્યાણ માટે એક પૂરી વ્યવસ્થા બને, તે દિશામાં અમે આગળ વધી રહ્યા છે. પહેલા ખાતર માટે લાંબી લાંબી લાઈનો થતી હતી પરંતુ હવે ખેડૂતોને સરળતાથી ખાતર મળે છે. આજે ખેડૂતો માટે 100 ટકા લીમડાના કોટિંગવાળુ યુરિયા દેશમા ઉપલબ્ધ છે. પીએમ કૃષિ સિંચાઈ યોજના હેઠળ આજે દેશભરમાં 99 સિંચાઈ પરિયોજનાઓ પૂરી કરવામાં આવી રહી છે. દરેક ખેતરને પાણી મળે એવા લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે. ખેડૂતોને પાકને લઈને પણ કોઈ પ્રકારનું જોખમ ન થાય તેના માટે પાક વીમા યોજના છે.

English summary
PM Modi interaction with farmers from across the country via video conferencing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X