મોદી સરકારના 3 વર્ષ પૂર્ણ અને PM મોદીને નામ વર્લ્ડ રેકોર્ડ

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્રમાં ત્રણ વર્ષનો શાસનકાળ પૂર્ણ કર્યો છે. આ પ્રસંગે જેટલા પણ સર્વે અને પોલ કરાવવમાં આવ્યા, એ સૌનું એક જ પરિણામ સામે આવ્યું છે. આ વર્ષોમાં કેન્દ્ર સરકારની લોકપ્રિયતામાં ખાસો વધારો થયો છે. સરકારની લોકપ્રિયતાને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પણ કહી શકાય. આનો પુરાવો છે, નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ, નરેન્દ્ર મોદી દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા રાજકીય નેતા છે.

narendra modi

ઇકોનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના પણ એટલા ફોલોઅર્સ નથી જેટલા પીએમ મોદીના છે. ફેસબુક તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર, વર્ષ 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઇ ત્યારે નરેન્દ્ર મોદીના 14 મિલિયન ફોલોઅર્સ હતા. હવે જ્યારે સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ આંકડો વધીને 41.9 મિલિયન થઇ ગયો છે.

નવેમ્બર 2016માં ચૂંટણી જીતી વ્હાઇટ હાઉસ પહોંચેલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ ફેસબુક પર લોકપ્રિયતાના મામલે પીએમ મોદી પછી બીજા ક્રમે આવે છે. ટ્રંપના 22 મિલિયન ફોલોઅર્સ છે, પીએમ મોદીથી લગભગ અડધા. જો કે, હજુ સુધી વિશ્વનો કોઇ પણ નેતા લોકપ્રિયતાના મામલે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને માત નથી આપી શક્યો. રાજકારણમાંથી નિવૃત્ત થઇ ગયેલ ઓબામાના 54 મિલિયન ફોલોઅર્સ છે. ઓબામા નિવૃત્ત થતાં નરેન્દ્ર મોદી સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા રાજકીય નેતા બન્યા છે.

PM મોદીના વીડિયોઝ પણ છે હિટ

નરેન્દ્ર મોદીના પેજની સાથે જ તેમના PMO India પેજના ફોલોઅર્સની સંખ્યા પણ વધતી જાય છે. 26 મે 2014થી લઇને 16 મે 2016 સુધીમાં પીએમઓ પેજના 13 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ થઇ ગયાં છે. પીએમ મોદીના ફેસબુક પેજ પર તેમણે પોસ્ટ કરેલ વીડિયો પણ લોકોને ખૂબ પસંદ પડી રહ્યાં છે. 8 નવેમ્બર બાદ પીએમ મોદીએ 31 ડિસેમ્બર 2016ના રોજ દેશને નામ એક સંદેશ આપ્યો હતો, આ વીડિયો લોકોએ સૌથી વધારે જોયો છે. ફેસબુક ઇન્ડિયાનું આ અંગે કહેવું છે કે, પીએમ મોદીએ શાસનની જે નવી પદ્ધતિઓ અપનાવી છે, એને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. પીએમ મોદીના ફોલોઅર્સની વધતી સંખ્યા પરથી આ વાત સ્પષ્ટ છે.

English summary
Prime Minister Narendra Modi has 41.7 million followers on Facebook and he is the most followed leader on Facebook.
Please Wait while comments are loading...