For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંધારણ દિવસઃ પીએમ મોદી કરશે સંસદને સંબોધિત, વિપક્ષનો બહિષ્કાર

26 નવેમ્બરના રોજ બંધારણ દિવસના પ્રસંગે સંસદમાં વિશેષ આયોજનની તૈયારી કરવામાં આવી રહી છે. બંધારણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી બંને સંસદને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

26 નવેમ્બરના રોજ બંધારણ દિવસના પ્રસંગે સંસદમાં વિશેષ આયોજનની તૈયારી કરવામાં આવી રહી છે. બંધારણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી બંને સંસદને સંબોધિત કરશે. સંસદના સેન્ટ્રલ હૉલમાં વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. ભારતીય બંધારણની 70મી વર્ષગાંઠ નિમિત્તે પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી સાંસદોને સંબોધિત કરશે. વળી, કોંગ્રેસે આના બહિષ્કારની ઘોષણા કરી છે.

Parliament

મંગળવારે બંધારણ દિવસ નિમિત્તે સંસદની સંયુક્ત બેઠકનો બહિષ્કાર કરવાની સંભાવના છે. કોંગ્રેસ અને અમુક પક્ષોએ આ વિશેષ સત્રનો બહિષ્કાર કરવાની તૈયારી કરી છે. કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમના વિરોધમાં પ્રદર્શન કરશે. માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસ, એનસીપી, તૃણમૂલ કોંગ્રેસ, રાજદ, તેદેપા અને દ્રમુક મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઘટનાક્રમના વિરોધમાં સંસદમાં વિરોધ કરશે અને બંધારણ દિવસનો બહિષ્કાર કરશે.

કોંગ્રેસ અને બાકીના પક્ષોની આજે સંયુક્ત બેઠક થશે ત્યારબાદ બંધારણ દિવસ સમારંભના બહિષ્કાર પર અંતિમ નિર્ણય લેશે. આ પક્ષોનો હેતુ મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજનીતિ પર એકજૂટતા બતાવવાનો છે. તમને જણાવી દઈએ કે સરકાર બંધારણ સભા દ્વારા બંધારણ અંગીકાર કર્યાના 70 વર્ષ પૂરા થવાના અનુસંધાનમાં સંસદના સેન્ટ્રલ હૉલમાં બંધારણ દિવસ માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. આ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદોને સંબોધિત કરશે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર: 162 ધારાસભ્યોએ ભાજપમાં ના જાવાના શપથ લીધાઆ પણ વાંચોઃ મહારાષ્ટ્ર: 162 ધારાસભ્યોએ ભાજપમાં ના જાવાના શપથ લીધા

English summary
PM Modi joint session of Parliament on Constitution Day, Congress and few other parties boycott the Constitution Day celebrations in Parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X