For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AB-PMJAY SEHAT: પીએમ મોદી આજે 1 કરોડ જમ્મુ કાશ્મીરવાસીઓને આપશે 'સેહત'ની ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરના લગભગ 1 કરોડ લોકોને 'સેહત' (આરોગ્ય)ની ભેટ આપશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ PM Modi Launch AB-PMJAY SEHAT Scheme: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરના લગભગ 1 કરોડ લોકોને 'સેહત'ની ભેટ આપશે. પીએમ મોદી(PM Modi) શનિવારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સેહત(AB-PMJAY SEHAT)ની શરૂઆત કરવા જઈ રહ્યા છે જે હેઠળ જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir) ના નાગરિકોને આરોગ્ય વીમા(Health Insurance)નો લાભ મળશે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ યોજના દ્વારા ઘાટીના લોકોને 5 લાખ રૂ્પિયા સુધી હેલ્થ કવર મળી શકશે. તમને જણાવી દઈએ કે શુક્રવારે પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં પણ પીએમ ખેડૂત સમ્માન નિધિનો 7મો હપ્તો ટ્રાન્સફર કરીને તેમને આર્થિક મદદ આપી હતી.

pm modi

જમ્મુ કાશ્મીરની જનતા માટે શનિવારે થનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)નો આ કાર્યક્રમ વીડિયો કૉન્ફરન્સ દ્વારા યોજાશે. AB-PMJAY SEHAT યોજના હેઠળ કેન્દ્ર સરકારનુ જમ્મુ કાશ્મીરના દરેક વ્યક્તિ અને સમાજને સસ્તી અને સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનુ લક્ષ્ય છે. પીએમ મોદી સાથે આ કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હા(Manoj Sinha)પણ શામેલ થઈ શકે છે. તમે જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીર માટે કેન્દ્ર સરકારના SEHAT યોજનાનો અર્થ 'સોશિયલ એન્ડેવર ફૉર હેલ્થ એન્ડ ટેલીમેડિસિન' છે. પીએમ મોદી દ્વારા યોજનાની શરૂઆત બાદ જમ્મુ કાશ્મીરના નાગરિક દેશભરના 24,148 હોસ્પિટલોમાં પોર્ટેબિલિટી હેઠળ વીમાની સુવિધાનો લાભ મેળવી શકશે.

Flashback 2020: કોરોનાના કારણે દુનિયા છોડી ગયા આ નેતાFlashback 2020: કોરોનાના કારણે દુનિયા છોડી ગયા આ નેતા

English summary
PM modi Launch AB-PMJAY SEHAT sehat Scheme for jammu and kashmir people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X