PM નરેન્દ્ર મોદીએ RBIની બે સ્કીમનો કર્યો શુભારંભ, નાના રોકાણકારોને થશે લાભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ)ની બે ઈનોવેટીવ ગ્રાહક કેન્દ્રિત પહેલ, ભારતીય રિઝર્વ બેંક રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક સંકલિત લોકપાલ યોજનાનો શુભારંભ કર્યો.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ)ની બે ઈનોવેટીવ ગ્રાહક કેન્દ્રિત પહેલ, ભારતીય રિઝર્વ બેંક રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક સંકલિત લોકપાલ યોજનાનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ બંને યોજનાનો શુભારંભ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કર્યો છે. આરબીઆઈ રિટેલ પ્રત્યક્ષ યોજનાનો ઉદ્દેશ છે કે સરકારી સિક્યોરિટીઝ માર્કેટમાં છૂટક રોકાણકારોની પહોંચ વધારવી. ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલી સિક્યોરિટીઝમાં સીધા રોકાણનો વિકલ્પ પણ છૂટક રોકાણકારો માટે ખુલશે.

pm modi

પીએમ નરેન્દ્ર મોદીએ બે ઈનોવેટીવ ગ્રાહક યોજનાના શુભારંભ બાદ સંબોધન કરીને કહ્યુ કે, 'આજે જે બે યોજનાઓને લૉન્ચ કરવામાં આવી છે તેનાથી દેશણાં રોકાણનો નવો વિસ્તાર થશે. આ સાથે જ રોકાણકારો માટે કેપિટલ માર્કેટ સુધી પહોંચ બનાવવાનુ વધુ સરળ અને સુરક્ષિત બનશે.'

પીએમ મોદીએ એ પણ કહ્યુ છે કે એક મજબૂત બેંકિંગ સિસ્ટમ મજબૂત થતી અર્થવ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે. 2014ની પહેલા અમુક વર્ષોમાં દેશની બેંકિંગ સિસ્ટમને નુકશાન પહોંચાડવામાં આવ્યુ હતુ. આજે સહુને ખબર છે કે કેવી સ્થિતિઓ પેદા થઈ ગઈ હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે છેલ્લા 7 વર્ષોમાં એનપીએ(બિન કાર્યકારી સંપત્તિ)ને પારદર્શિતા સાથે માન્યતા આપવામાં આવી હતી. સંકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. નાણાંકીય પ્રણાલી અને સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં સુધારો કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ કહ્યુ કે આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમથી દેશના નાના રોકાણકારોને સરકારી સિક્યોરિટીઝમામં રોકાણનુ સુરક્ષિત માધ્યમ મળી ગયુ છે. રિઝર્વ બેંક સંકલિત લોકપાલ યોજના સાથે, આજે બેંકિંગ ક્ષેત્રમાં 'એક રાષ્ટ્ર, એક લોકપાલ પ્રણાલી'એ આકાર લીધો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે યુપીઆઈએ ખૂબ ઓછા સમયમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન મામલે ભારતને દુનિયાનો અગ્રણી દેશ બનાવી દીધો છે. માત્ર 7 વર્ષમાં ભારતે ડિજિટલ ટ્રાન્ઝેક્શન મામલે 19 ગણી છલાંગ લગાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X