યુપી, ઉત્તરાખંડ અને ગોવાના મતદારોને પીએમ મોદીની અપીલ, પહેલા મતદાન પછી અન્ય કોઈ કામ
મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને વોટ અપીલ કરી છે.
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશમાં આજે બીજા તબક્કાનુ મતદાન થઈ રહ્યુ છે. આ સાથે જ ઉત્તરાખંડ અને ગોવામાં પણ મતદાન થઈ રહ્યુ છે. મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને વોટ અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લોકોને અપીલ કરી કે ઉત્તર પ્રદેશશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા સાથે જ આજે ઉત્તરાખંડ અને ગોવાની બધી વિધાનસભા સીટો માટે વોટિંગ છે. બધા મતદારોને મારી વિનંતી છે કે તે લોકતંત્રના આ પવિત્ર ઉત્સવના ભાગીદાર બને અને મતદાનનો નવો રેકૉર્ડ બનાવે. યાદ રાખો - પહેલા મતદાન, પછી અન્ય કોઈ કામ!

ત્રણ રાજ્યોની કુલ 165 સીટો પર થશે મતદાન
આજે ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની 55 સીટો અને ઉત્તરાખંડ સાથે-સાથે ગોવાની બધી વિધાનસભા સીટો માટે મતદાન થશે. આજે યોજાનાર ચૂંટણીમાં ત્રણે રાજ્યોની કુલ 165 સીટો પર 1519 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં યુપીની 55 વિધાનસભા સીટોના 586 ઉમેદવાર, ઉત્તરાખંડની 70 સીટો પર 632 ઉમેદવાર અને ગોવાની 40 સીટો પર 301 ઉમેદવારો મેદાનમાં છે. યુપીમાં આજે કુલ 2.2 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વળી, ગોવામાં 11 લાખ મતદારો અને ઉત્તરાખંડમાં 81,43,922 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
યુપીની કઈ-કઈ સીટો પર મતદાન
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામમાં નવ જિલ્લાઓમાં મતદાન થશે. યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી થવાની છે. બીજા તબક્કામાં રાજ્યના નવ જિલ્લાઓ- સહારનપુર, બિજનૌર, મુરાદાબાદ, સમ્ભલ, રામપુર, અમરોહા, બદાયું. બરેલી તેમજ શાહજહાંપુરની 55 વિધાનસભા સીટો માટે મતદાન થશે.












Click it and Unblock the Notifications
