For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા રાહત પેકેજની તૈયારીમાં સરકાર, નાણામંત્રીને મળ્યા પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત પ્રમુખ મંત્રીઓ સાથે બેઠકો કરી છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત પ્રમુખ મંત્રીઓ સાથે બેઠકો કરી છે. આ બેઠકમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લાગુ લૉકડાઉનથી પ્રભાવિત ઉદ્યોગોને બીજુ રાહત પેકેજ આપવા અંગે પણ ચર્ચા થઈ. આ બેઠકમાં નાણા મંત્રાલયોના અધિકારી પણ શામેલ થયા.

pm modi

સૂત્રોએ કહ્યુ કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ(એમએસએમઈ) જેવા મુખ્ય આર્થિક મંત્રાલયોના મંત્રીઓ સાથે પીએમ મોદી ઘણા બેઠકો કરવાના છે. આ દરમિયાન નાણા મંત્રાલયે આજે સાંજે દેશની અર્થવ્યવસ્થાને ફરીથી બેઠી કરવા માટે પ્રધાનમંત્રી સામે એક પ્રેઝન્ટેશન રજૂ કરવાના છે. જેમાં મંત્રાલય પોતાની યોજનાઓની પૂરી માહિતી આપશે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રાલયે શુક્રવારે માસિક જીએસટી વસૂલી આંકડા રજૂ નહિ કરીને આગળની તારીખ માટે ટાળી દીધા હતા.

આ પહેલા પ્રધાનમંત્રી શુક્રવારે નાગરિક ઉડ્ડયન, શ્રમ તેમજ વિજળી મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયો સાથે પહેલેથી જ બેઠક કરી ચૂક્યા છે. તેમણે ગુરુવારે વાણિજ્ય અને એમએસએમઈ મંત્રાલયો સાથે ઘરેલુ તેમજ વિદેશી રોકાણ આકર્ષિત કરવા તથા દેશમાં નાના વ્યવસાયોના પુનરુદ્ધાર પર ધ્યાન કેન્દ્રીત અંગ વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યુ હતુ. સરકારે હાસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની મુશ્કેલીઓને ઘટાડવા માટે માર્ચના અંતમાં ગરીબ મહિવાઓ અને વૃદ્ધો માટે 1.7 લાખ કરોડ રૂપિયાના પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી હતી. સૂત્રોએ કહ્યુ કે સરકાર જલ્દી પ્રભાવિત ઉદ્યોગો માટે બીજા પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના 4721 કેસ, 1 દિવસમાં રેકૉર્ડ 22 મોત, 736 લોકો રિકવરઆ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના 4721 કેસ, 1 દિવસમાં રેકૉર્ડ 22 મોત, 736 લોકો રિકવર

English summary
PM Modi meets FM Nirmala Sitharaman for 2nd economic stimulus package: sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X