ભગવાન વેંકટેશ્વરની વિશેષ પૂજામાં સામેલ થયા પીએમ મોદી, કહ્યુ - 140 કરોડ ભારતીયો માટે કરી પ્રાર્થના

Telangana Assembly Election 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય તેલંગાણા પ્રવાસ પર છે. આ દરમિયાન પીએમ મોદી 26 નવેમ્બરની રાત્રે તિરુપતિ પહોંચ્યા હતા. આજે સવારે PMએ તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની વિશેષ પૂજામાં હાજરી આપી હતી.

પૂજા બાદ વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું- તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

pm modi

તમને જણાવી દઈએ કે, આ પહેલા વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને તિરુપતિ દેવસ્થાનમે જાહેરાત કરી હતી કે 27 નવેમ્બરે વીઆઈપી દર્શન પણ રદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અહીં વિશેષ પૂજા કર્યા પછી પીએમ બપોરે 12:45 વાગ્યે મહsબૂબાબાદમાં અને પછી 2:45 વાગ્યે કરીમનગરમાં જનસભાને સંબોધિત કરશે.

આ પછી સાંજે 5 વાગ્યે હૈદરાબાદમાં પીએમ મોદીનો રોડ શો થશે, ત્યારબાદ તેઓ ત્યાંથી દિલ્હી જવા રવાના થશે. આ દરમિયાન, પીએમ મોદી અને મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની મુલાકાતને ધ્યાનમાં રાખીને તિરુમાલામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જગ્યાએ સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X